Fri Aug 28 2026

Logo

ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓ વચ્ચે મોટો ખુલાસો: સુપ્રીમ કોર્ટના આદેશથી થયું મેડિકલ ચેકઅપ, જાણો શું છે હકીકત

Islamabad   2026-08-21 09:26:00
Author: Vimal Prajapati
ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓ વચ્ચે મોટો ખુલાસો: સુપ્રીમ કોર્ટના આદેશથી થયું મેડિકલ ચેકઅપ, જાણો શું છે હકીકત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને લઈને અત્યારે અનેક પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. થોડા સમય પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઇમરાન ખાનનું પાકિસ્તાની જેલમાં મોત થઈ ગયું છે. આવી અફવા વચ્ચે ગત રાત્રે મોટી સુરક્ષા વચ્ચે પાકિસ્તાનની પૂર્વ પીએમ ઇમરાન ખાનને આદિયાલા જેલથી શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અહીં ચેકઅપ કર્યાં બાદ ફરી એ જ કડક સુરક્ષા સાથે જેલમાં પાછા લઈ જવામાં આવ્યાં હતાં. 

શિફા ઇન્ટરનેશન હોસ્પિટલમાં થયું ઇમરાન ખાનનું મેડિકલ ચેકઅપ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ પર ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. મહત્વની વાત એ છે કે, આદિયાલા જેલથી શિફા ઇન્ટરનેશન હોસ્પિટલ સુધીના આખા રૂટ પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા 48 કલાકમાં ઇમરાન ખાનની સારવાર કરવા માટે આદેશ આપ્યો હતો. જેના કારણે ઇમરાન ખાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા અને ચેકઅપ કર્યાં બાદ તરત જેલમાં પાછા મોકલી દેવામાં આવ્યાં હતાં. આ દરમિયાન હોસ્પિટલ સહિત આસપાસને વિસ્તાર સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યો હતો. 

બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. બે દિવસ પહેલા જ કોર્ટે પોલીસ અને સરકારી અધિકારીઓને પૂર્વ વડા પ્રધાન માટે તબીબી તપાસની વ્યવસ્થા કરવા અને જો જરૂરી લાગે તો તેમને સારવાર પણ આપવામાં આવે! સુપ્રીમ કોર્ટના આદેશથી તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટના આદેશ પર કાર્યવાહી કરતા, પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન શેહબાઝ શરીફ અને ગૃહ પ્રધાન મોહસીન નકવીએ ઇમરાન ખાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં અને ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.