Tue Sep 08 2026

Logo

નેપાળ પૂર સંકટ: મદદ માટે આગળ આવ્યો રિયલ હીરો સોનુ સૂદે કહ્યું, 'એકલું નથી...'

2026-08-27 21:11:07
Author: Mumbai Samachar Team
નેપાળ પૂર સંકટ: મદદ માટે આગળ આવ્યો રિયલ હીરો સોનુ સૂદે કહ્યું, 'એકલું નથી...'

મુંબઈઃ ચીન-નેપાળ બોર્ડર પર પૂર સંકટ આવતા ભારતે નેપાળને મદદ માટે ખાસ બે વિમાન રવાના કર્યા છે. આ ખાસ વિમાનનમાં શેલ્ટરથી લઈને શરીરને જરૂરી એવી તમામ દવાઓ અને પ્રાથમિક તબક્કે જરૂરી એવી તમામ સાધન સામગ્રીનો સમાવેશ થાય છે. મદદ માટેના અભિયાનને વેગ આપવા માટે એક્ટર સોનુ સૂદે પણ સહમતી દર્શાવી છે. સોનુએ પોતાના ટ્વિટર પર નેપાળમાં આવેલા પૂરના વીડિયો જોઈને લખ્યું હતું કે, નેપાળ તમે એકલા નથી. અમે તમારા માટે ભોજન, આશ્રય અને ફરી ઊભા થવા માટે જરૂરી એવી તમામ મદદ લઈ આવી રહ્યા છીએ. 

લોકોએ કર્યા આ કામના વખાણ

સોનુના આ મેસેજે મુશ્કેલીની આ ક્ષણમાં નેપાળ સાથે ખભેથી ખભો મિલાવી સાથ આપવાની વાત કરી છે. આ ઉપરાંત રાહત તથા ફરી નિર્માણકાર્ય શરૂ કરવા માટે પણ જરૂરી મદદ કરવાનો ભરોસો આપ્યો છે. સોશિયલ મીડિયા પર સોનુએ જે રીતે નેપાળની મદદ માટે સાથ આપ્યો છે. લોકોએ આ વાતની નોંધ લઈને એમની ટ્વિટ પર સારી એવી પ્રતિક્રિયા આપી છે.એક યુઝરે લખ્યું હતું કે, તમારો આવો અભિગમ ખરેખર દિલને ટચ કરી જાય એવો છે. મુશ્કેલીના સમયમાં કોઈની સાથે ઊભા રહેવું એ જ માનવતા છે. અન્ય એ યુઝરે લખ્યું કે, સોનુ સર તમારી કરૂણાની કોઈ સીમા નથી. સંકટના સમયે નેપાળ સાથે ઊભા રહેવાનું છે અને મદદ માટે સાથ આપવો એ ખરેખર પ્રેરણાદાયક છે. 

રીયલ લાઈફના હીરો

બિગ સ્ક્રિન પર સોનુએ ભલે નેગેટિવ રોલ પ્લે કરેલા હોય પણ રીયલ લાઈફમાં તે ખરેખર હીરો છે. કોરોના કાળમાં અનેક એવા શ્રમિકોને તેમણે પોતાની ટીમની મદદથી એમના વતન સુધી પહોંચાડ્યા હતા. લાખો શ્રમિકોને એમના વતન મોકલ્યા હતા.  એટલું જ નહીં તેઓ અનેક એવા કેન્સરના દર્દીઓને પણ મદદ કરી ચૂક્યા છે. એમની સારવાર માટે મદદ આપી ચૂક્યા છે. આ સિવાય નાના અને અનાથ બાળકોના અભ્યાસનો ખર્ચ તે ઊઠાવે છે. કોઈ બાળક મળે તો એમને પ્રાથમિક શિક્ષણ મળે એ પ્રકારની વ્યવસ્થા કરે છે. આવું પહેલીવાર નથી થયું. આ પહેલા રણદીપ હુડ્ડાએ આસામમાં આવેલા પૂરમાં પીડિતોને મદદ કરવા માટે પોતે ખાસ બોટ લઈને ઊતર્યા હતા. જરૂરી ખાદ્ય સામગ્રી અને સાધનનોના કોથળા લઈને તે આસામના પૂરગ્રસ્તિ વિસ્તારમાં પહોંચ્યો હતો.