વડોદરાઃ પીએમ મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. વડોદરાથી તેમણે કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી હતી. પીએમ મોદીના સંબોધન પહેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે બુલેટ ટ્રેનને લઈ મોટી જાહેરાત કરી હતી.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નમો 4 વિકસિત ભારત કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતમાં બનેલી બુલેટ ટ્રેન તૈયાર છે. આગામી મે-જૂનમાં પરીક્ષણ માટે પાટા પર ઉતરશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના આધુનિકીકરણ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે, રેલવેની ઑપરેટિંગ સિસ્ટમ અને રિઝર્વેશન સિસ્ટમથી લઈને જૂની નિર્માણ પદ્ધતિઓ સુધી દરેક ક્ષેત્રમાં સુધારા અને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. માલવહન માટે નવાં વેગન તૈયાર કરવામાં આવી રહ્યાં છે અને મીઠાના પરિવહન માટે પણ વિશેષ વેગનની ડિઝાઇન વિકસાવવામાં આવી છે.
અશ્વિની વૈષ્ણવે ચિનાબ બ્રિજ અને મિઝોરમને રેલવે નેટવર્ક સાથે જોડતા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વર્ષોથી અટવાયેલા અનેક પ્રોજેક્ટ હવે પૂર્ણ થયા છે. બુલેટ ટ્રેનનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સુરત–વાપી વિભાગનું નિર્માણ ડિસેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
The Vishwamitri–Dabhoi rail line doubling will enhance rail capacity in this section, boosting local trade, tourism and industries. #Namo4ViksitBharat #RailInfra4Gujarat pic.twitter.com/rkSf1Je0ck
— IRCTC (@IRCTCofficial) September 8, 2026