દેશમાં UPI પેમેન્ટ લોકો માટે રોજીંદા જીવનનો હિસ્સો બની ચૂક્યું છે. તમે દરરોજ કોઇને કોઇ રીતે ખરીદી કરો છો તો તમારે દરેક જગ્યાએ ચુકવણી માટે QR કોડ મળી જશે. પછી તે શાકભાજીની દુકાન હોય કે દૂધ અને ચાની દુકાન, તમારે પેમેન્ટ માટે QR કોડ મળી જશે. જોકે હવે એવા સમાચાર સામે આવ્યા છે જેમાં લાખો દુકાનદાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે આના માટે ડેડલાઇન સામે આવી છે.
હકીકતમાં RBIના નિયમો અનુસાર મર્ચન્ટ્સ માટે Re-KYC પ્રક્રિયા પૂરી કરવા માટે કહેવાયું છે. જો કે વેપાર કરનારાનું કહેવું છે કે જો મોટી સંખ્યામાં નાના વેપારીઓનું વેરિફિકેશન ચોક્કસ સમયગાળામાં ન થઇ શકે તો તેમની QR કોડ આધારિત ચુકવણી પ્રભાવિત થઇ શકે છે.
શું છે Re-KYCનો મામલો
RBIના નિયમ પ્રમાણે મર્ચન્ટ્સે સમયાંતરે પોતાની KYC જાણકારી અપડેટ કરાવવી જરુરી છે. હવે આના માટે 15 સપ્ટેમ્બર સુધીની ડેડલાઇન આપવામાં આવી છે. એટલે કે 15 સપ્ટેમ્બર સુધી Re-KYC કરાવવું જરુરી છે.
સામાન્ય લોકો પર પણ પડશે પ્રભાવ
જો નાના દુકાનદારોનું Re-KYC સમયસર પૂર્ણ ન થાય તો તેમનો QR કોડ પ્રભાવિત થશે. એટલે કે ગ્રાહકોને તેના દ્વારા ચૂકવણી કરવામાં મુશ્કેલી આવી શકે છે. જોકે હાલના સમયમાં મોટાભાગના લોકો રોકડ લઇને જતા નથી અને જો કેશ લઇને જાય છે તો મોટી સંખ્યામાં નહીં. આવા સંજોગોમાં તેમના ચા, શાકભાજી, દૂધ જેવી દુકાનો પર QR કોડ ચૂકવણી માટે નહીં મળે તો તેનાથી એકતરફ વેપારીઓ પર પ્રભાવ પડશે તો બીજી તરફ ગ્રાહકો માટે પણ મુશ્કેલી વધશે. આવામાં દુકાનદારોને બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવા પડી શકે છે. QR કોડનો પ્રભાવ મોટાભાગે નાના દુકાનદારો, લારી-ગલ્લાવાળા પર પડશે.
શું બંધ થઇ જશે QR કોડ?
Re-KYC એક પ્રક્રિયા છે જે બધા ધંધાર્થીઓએ કરવાની હોય છે. પરંતુ તેનાથી તેમનો QR કોડ બંધ નહીં થાય. જેવા તેઓએ Re-KYCની પ્રક્રિયા પૂરી કરશે, તેમનો QR કોડ ચાલૂ થઇ જશે.