Tue Oct 06 2026

Logo

રામમંદિર દાન ચોરી કેસના આરોપીઓની ફોરેન્સિક રિપોર્ટ બાદ મુશ્કેલી વધી

2026-09-07 21:19:17
Author: Chandrakant Kanoja
રામમંદિર દાન ચોરી કેસના આરોપીઓની ફોરેન્સિક રિપોર્ટ બાદ મુશ્કેલી વધી

અયોધ્યા: અયોધ્યા રામમંદિર દાન ચોરી કેસમાં જેલમાં બંધ આઠ આરોપીઓની મુશ્કેલીમાં વધારો થશે. જેમાં કેસના તપાસ અધિકારીએ ચોરી અંગેના ફોરેન્સિક રિપોર્ટને રજૂ કરવાની કોર્ટમાં અરજી કરી હતી. તેમજ આરોપીઓની ફરી પૂછપરછની માંગ કરી હતી. જેની કોર્ટે મંજૂરી આપી છે. 

જપ્ત કરાયેલી રોકડ, સિક્કા અને ઘરેણાં વિશ્લેષણ માટે મોકલ્યા હતા 

જેમાં તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કથિત રીતે જપ્ત કરાયેલી રોકડ, સિક્કા, ઘરેણાં અને અન્ય વસ્તુઓ ફોરેન્સિક વિશ્લેષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી. તેની બાદ  પોલીસને રિપોર્ટ મળ્યો છે. 

ફોરેન્સિક રિપોર્ટ અંગે વિગતો જાહેર કરી નથી

પોલીસે હજુ સુધી ફોરેન્સિક રિપોર્ટ અંગે વિગતો જાહેર કરી નથી. એવું માનવામાં આવે છે કે આ રિપોર્ટ આરોપીઓ સામે મહત્વપૂર્ણ પુરાવા સાબિત થઈ શકે છે. આરોપીઓના નિવેદનો તપાસને નવી દિશામાં લઈ જઈ શકે છે અને સંભવતઃ નવા પુરાવા પ્રકાશમાં લાવી શકે છે. થોડા દિવસો પહેલા આ કેસમાં આરોપીને મોટો ઝટકો લાગ્યો હતો.

આરોપીઓ 18 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં 

આ ઉપરાંત કોર્ટે આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી. જેમાં તેમની ધરપકડ, રિમાન્ડ અને વસ્તુઓની રિકવરીને પડકારવામાં આવી હતી તેમજ તેમની ધરપકડ  ખોટી કાનૂની કલમો લગાવીને કરવામાં આવી હતી.જોકે, તમામ આરોપીઓ હાલમાં 18 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં બંધ છે. તેમની જામીન અરજીઓ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના વિશેષ ન્યાયાધીશ રજત વર્મા સમક્ષ પેન્ડિંગ છે.