Mon Sep 07 2026

Logo

શ્રીલંકા સામે સિરીઝ જીતવા છતાં ભારતનું ટેન્શન ત્યાંનુ ત્યાં જઃ ફાઇનલ સુધીનો માર્ગ મુશ્કેલ

Colombo   2026-08-27 22:40:45
Author: Ajay Motiwala
શ્રીલંકા સામે સિરીઝ જીતવા છતાં ભારતનું ટેન્શન ત્યાંનુ ત્યાં જઃ ફાઇનલ સુધીનો માર્ગ મુશ્કેલ

કોલંબોઃ ભારત ગુરુવારે શ્રીલંકા (SriLanka) સામે સિરીઝની બીજી ટેસ્ટ ન જીતી શક્યું, પરંતુ પ્રથમ ટેસ્ટના વિજયને આધારે શુભમન ગિલ ઍન્ડ કંપનીએ શ્રેણી 1-0થી જીતી લીધી એટલે હજીયે પાંચમા નંબર પર છે અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલ સુધીનો ભારત (India)નો રાહ હજી પણ કઠિન છે.

અગાઉ બે વખત ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે, પણ આ વખતે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ જણાય છે, કારણકે ભારત વર્તમાન ટેસ્ટ ચૅમ્પિયનશિપની સીઝનમાં 11માંથી પાંચ ટેસ્ટ જીત્યું છે અને 51.52 ટકા સાથે પાંચમા ક્રમે છે.

હવે ભારતને આવનારી ટેસ્ટ સિરીઝોમાં એક પણ ભૂલ નહીં પરવડે. નવેમ્બરમાં ભારતની ન્યૂ ઝીલૅન્ડમાં બે ટેસ્ટ અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ ટેસ્ટ રમાશે.

ઑસ્ટ્રેલિયા હાલમાં 10માંથી આઠ ટેસ્ટ જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે, જ્યારે સાઉથ આફ્રિકા બીજા નંબરે અને ન્યૂ ઝીલૅન્ડ ત્રીજા નંબરે છે. ભારત કરતાં બાંગ્લાદેશ ચડિયાતા ક્રમે એટલે કે ચોથા નંબરે છે.