Sun Aug 30 2026

Logo

ચિત્રાગદાના ફીટ અને કટ ફીગર પર ફેન્સ ફિદા, નવા ફોટોશુટથી ફરી આવી ચર્ચામાં

2026-08-27 22:57:22
Author: Mumbai Samachar Team
ચિત્રાગદાના ફીટ અને કટ ફીગર પર ફેન્સ ફિદા, નવા ફોટોશુટથી ફરી આવી ચર્ચામાં

ચિત્રાંગદા સિંહ ઘણીવાર તેના લુકને કારણે હેડલાઇન્સમાં રહે છે.આ વખતે એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ખાસ ફોટા શેર કર્યા છે, જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે. ફરીવાર ફેન્સને તેનો ગ્લેમર લૂક જોવા મળ્યો છે. ફેન્સ તેના આઉટફિટના વખાણ કરી રહ્યા છે.  બોલીવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ તેના ફીગર અને નેચરલ બ્યૂટી માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. ચિત્રાંગદાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક નવીનતમ ફોટા શૅર કર્યા છે. આ ફોટામાં, તે હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચિત્રાંગદાએ આછા લીલા રંગની પ્રી-ડ્રેપ્ડ સાડી પહેરેલી જોવા મળી રહી છે. 

અનોખી સ્ટાઈલમાં ફોટોશુટ

ચોકર નેકલેસથી પોતાનો લૂક પૂરો કર્યો છે. આ સ્ટાઇલિશ લૂક સાથે, તે ઘણી બોલિવૂડ એક્ટ્રેસને જાણે સ્પર્ધા આપી રહી હોય તેવું લાગે છે.મોડેલિંગથી પોતાની કારકિર્દી શરૂ કરનાર ચિત્રાંગદા ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ 'માતૃભૂમિ'માં જોવા મળશે. આ ફિલ્મનું મૂળ નામ 'બેટલ ઓફ ગલવાન' હતું, પરંતુ કેટલાક વિવાદોને કારણે તેનું નામ બદલી નાખવામાં આવ્યું હતું.સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ ઉપરાંત, દિગ્દર્શક અપૂર્વ લાખિયાની ફિલ્મ 'માતૃભૂમિ'માં અંકુર ભાટિયા, અભિલાષ ચૌધરી, વિપિન ભારદ્વાજ અને જેન શો પણ જોવા મળશે. જોકે, ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી.ચિત્રાએ 'હઝારોં ખ્વાઇશેં ઐસી' થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે 'યે સાલી જિંદગી', 'દેસી બોયઝ' અને 'બાઝાર' જેવી ફિલ્મોમાં તેના દમદાર અભિનય માટે જાણીતી છે. આ અભિનેત્રી છેલ્લે 'હાઉસફુલ 5' ફિલ્મમાં જોવા મળી હતી.

ફેન્સ ખુશ થઈ ગયા

ઘણા લાંબા સમય બાદ એનું ફોટોશુટ સામે આવ્યું છે, ફેન્સ આ દરેક ફોટો પર દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. બ્લેગ બેગ્રાઉન્ડ સાથે યલો અને વ્હાઈલ લાઈટમાં આ ફોટોશુટમાં તે દમદાર લાગી રહી છે.બોલિવૂડમાં શરૂઆતામાં જ્યારે તે આવી એ સમયે તેણે કેટલાક આઈટમ સોંગ પણ કર્યા હતા. હવે તે લીડ એક્ટ્રેસ તરીકે સલમાન ખાન સાથે આવી રહી છે. સલમાન ખાન અને ચિત્રાની આ પહેલી ફિલ્મ હશે જે સંપૂર્ણ પણે ડિફેન્સની વાર્તા પર આધારિત હશે. ફિલ્મને લઈને તૈયારીઓ ચાલી રહી છે પણ હજુ સુધી મેકર્સ તરફથી ખાસ કોઈ ડેટ સામે આવી નથી.