મુંબઈ/છત્રપતિ સંભાજીનગરઃ પરભણી શહેરમાં ખેડૂતોની એક રેલીને સંબોધિત કરતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સમર્થન આપવાના મુદ્દે 'મહાયુતિ' સરકાર અને મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે એકમત છે.
તેમણે આ સમુદાયને ન્યાય અપાવવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. જરાંગેએ શિંદેના "રાજકીય કાર્યક્રમ" રદ કરવાની માંગ સાથે તેનો વિરોધ કર્યો હતો, જેના પગલે પોલીસે કેટલાક સ્વયંસેવકોની અટકાયત કરી હતી.
જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં ચાલી રહેલા તેમના અનિશ્ચિતકાલીન ઉપવાસના બીજા દિવસે, જરાંગેએ ખેડૂતોના આ કાર્યક્રમ મુદ્દે શિંદે (જેઓ પોતે મરાઠા સમુદાયના છે), શિવસેનાના બળવાખોર સાંસદ સંજય જાધવ અને રાજ્યના મંત્રી સંજય શિરસાટ પર નિશાન સાધ્યું હતું.
Manoj Jarange : जरांगेंचा सरकारला थेट इशारा | Maratha Reservation | Devendra Fadnavis | Maratha Protest | Maratha Morcha#ManojJarangePatil #MarathaReservation #MarathaAndolan #MumbaiProtest #AzadMaidan #MaharashtraPolitics #Maratha #MumbaiNews #MaharashtraNews pic.twitter.com/qALRiu3v1l
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) August 27, 2026
શિંદેએ રેલીમાં ખેડૂતો અને મરાઠા સમુદાયના લોકોની મોટી હાજરીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અમે ખેડૂતોને લગતા મુદ્દાઓમાં કોઈ રાજકારણ લાવવા માંગતા નથી. સરકાર અને મનોજ જરાંગેની નીતિ આ બાબતે સમાન છે. તેમણે પોતાના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન જરાંગે સાથે થયેલી મુલાકાત અને તત્કાલીન સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને યાદ કર્યા.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે એક સમુદાયના અધિકારો છીનવીને બીજાને આપીશું નહીં. તેમણે યાદ અપાવ્યું કે, તત્કાલીન ભાજપ-શિવસેના સરકારે મરાઠાઓ માટે ૧૨-૧૩ ટકા અનામતને મંજૂરી આપી હતી. જરાંગેની માંગ છે કે, મહારાષ્ટ્ર સરકારે તમામ મરાઠાઓને કુણબી જાહેર કરવા જોઈએ.