Wed Jun 10 2026

Logo

મે મહિનામાં જેએસડબ્લ્યુ સ્ટીલનું ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 15 ટકા વધ્યું

2026-06-09 19:49:17
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ જેએસડબ્લ્યુ સ્ટીલનો દોલવી એકમ સંપૂર્ણપણે કાર્યાન્વિત થવાની સાથે જેવીએમએલમાં પણ કામકાજ સારુ રહેતાં કંપનીનું ગત મે મહિનામાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન મે, 2025નાં 19.96 લાખ ટન સામે 15 ટકા વધીને 22.93 લાખ ટનની સપાટીએ રહ્યું હોવાનું એક યાદીમાં જણાવ્યું છે. અત્રે નોંધનીય બાબત એ છે કે જેએસડબ્લ્યુ વિજયનગર મેટાલિક્સ એક જેએસડબ્લ્યુ સ્ટીલની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. 

ગત મે, 2025માં કંપનીનો બ્લાસ્ટ ફ્યુરન્સ દોલવી એકમગત મે મહિનાથી મેઈન્ટેનન્સ માટે બંધ રહ્યા બાદ ગત મે મહિનામાં સંપૂર્ણપણે કાર્યન્વિત થવાની સાથે જેવીએમએલ એકમમાં પણ ઉત્પાદન વધતાં કુલ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવતા ઉમેર્યું હતું કે વિજયનગર બ્લાસ્ટ ફ્યુરન્સ 3 પણ ક્ષમતા વિસ્તરણ માટે બંધ રાખવામાં આવ્યો છે અને તે જૂનનાં બીજા પખવાડિયામાં પુનઃ શરૂ થવાની ધારણા છે. 

ભારતમાં ગત મે મહિનામાં બ્લાસ્ટ ફ્યુરન્સ 3ને બાદ કરતાં કુલ ઉત્પાદન ક્ષમતા પૈકી વપરાશ 98 ટકા અને બ્લાસ્ટ ફ્યુરન્સ 3 સહિતનો વપરાશ 87 ટકા રહ્યો હતો. કંપનીની આંકડાકીય માહિતી અનુસાર ગત સાલ મે મહિનામાં ભારતમાં ઉત્પાદન મે, 2025ના 19.17 લાખ ટન સામે 15 ટકા વધીને 21.98 લાખ ટનની સપાટીએ રહ્યું હતું, જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલ યુએસએ-ઓહિઓ ખાતેનું ઉત્પાદન મે, 2025ના 79,000 ટન સામે 20 ટકા વધીને 95,000 ટનની સપાટીએ રહ્યું હતું.