Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 20 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-20 08:23:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-03-20 19:55:26

'નાટો' છે કાયરઃ ટ્રમ્પનું સ્ફોટક નિવેદન

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની મદદ કરવાનું નાટો દેશો માટે સરળ કામ હતું નહીં કે જોખમ એમ જણાવતા અમેરિકન રાષ્ટ્રપતિએ નાટો દેશને ધમકી આપતા કહ્યું આ લોકો કાયર છે.

2026-03-20 19:24:55

સત્તાવાર જાહેરાત થઈ ગઈ! કેકેઆરનો હર્ષિત રાણા આખી આઇપીએલ નહીં રમે

આઇપીએલના ત્રણ ટાઇટલ જીતી ચૂકેલી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે, કારણકે એના મુખ્ય ફાસ્ટ બોલરમાંથી એક હર્ષિત રાણા ઘૂંટણની ઈજાને કારણે આ વખતની આખી સીઝનમાં નહીં રમે. તેને તાજેતરના ટી-20 વર્લ્ડ કપ પહેલાંની પ્રૅક્ટિસ મૅચમાં આ ઈજા થઈ હતી. તેણે ફેબ્રુઆરીમાં સર્જરી કરાવી હતી, પણ હજી પૂરેપૂરો ફિટ નથી થઈ શક્યો. કેકેઆરની ટીમ શ્રીલંકન પેસ બોલર મથીશા પથીરાનાની ઈજાને કારણે પણ ચિંતિત છે.

2026-03-20 19:02:47

અમેરિકાને સ્વિટઝર્લેન્ડનો ઝટકો

મિડલ ઈસ્ટમાં જારી જંગ વચ્ચે સ્વિટઝર્લેન્ડે અમેરિકાને હથિયારોની નિકાસમાં રોક લગાવી છે. સ્વિટઝર્લેન્ડે કહ્યું છે કે જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે, ત્યાં સુધી હથિયારોની નિકાસને મંજૂરી આપશે નહીં. આ પ્રતિબંધને કારણે અમેરિકાના હથિયારોના પુરવઠા પર અસર થઈ શકે.

2026-03-20 18:02:47

હોર્મુઝ પર એટેકની તૈયારીમાં યુએસ?

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકા છેલ્લા 20 દિવસથી હુમલા કરી રહ્યા છે, ત્યારે હોર્મુઝની ખાડીમાં ઘેરાબંધી પછી હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝને કબજે કરવા માટે મિડલ ઈસ્ટભણી યુદ્ધજહાજ રવાના કર્યું હોવાના અહેવાલ

2026-03-20 17:24:13

ગુજરાતમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા અપીલ

ગુજરાતમાં રાજ્યમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા તે અંગે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની લોકોને  અપીલ કરવામાં આવી છે. ગેસ એન્જસીઓ તરફથી LPG સિલિન્ડરની યોગ્ય આપૂર્તિ સુનિશ્વિત કરવા માટે ચોક્કસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

2026-03-20 16:53:17

ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારા બાદ ઔદ્યોગિક ડીઝલ પણ મોંઘુ થયું

અમેરિકા અને ઈરાન વચ્ચે સતત ચાલી રહેલા યુદ્ધના લીધે વિશ્વભરમાં ક્રુડ ઓઈલના ભાવના વધારો થયો છે.  જેની અસર હવે ભારતમાં પણ જોવા મળી છે. જેમાં ઓઈલ કંપનીઓએ પ્રીમીયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. તેની બાદ હવે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પણ ઔદ્યોગિક ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

2026-03-20 16:14:04

ભારત સરકારે કરદાતાઓ માટે ઇન્કમટેક્સ રૂલ્સ 2026 જાહેર કર્યા

દેશના ટેક્સપેયર્સ  માટે કેન્દ્ર સરકારે ઇન્કમટેક્સ રૂલ્સ 2026 જાહેર કર્યા છે.  જે એપ્રિલ 2026થી લાગુ થશે. જે નવા ઇન્કમ ટેક્સ 2025 માટે  માળખું તૈયાર કરશે. જેમાં  કેપિટલ ગેઇન, સ્ટોક એકસચેન્જ રિપોર્ટિંગ અને નોન રેસીડેન્ટ ટેક્સેશન જેવા ક્ષેત્રમાં નિયમો કડક બનાવવામાં આવ્યા છે.

2026-03-20 15:35:16

અમેરિકા અને ઈરાન યુદ્ધની ભારતમાં પણ અસર, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો

અમેરિકા અને ઈરાન વચ્ચે સતત ત્રણ અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હવે આ યુદ્ધની અસર ભારતમાં પેટ્રોલના ભાવ પર પડ્યો છે. જેમાં ઓઇલ કંપનીઓ  પ્રીમિયમ ગ્રેડ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 2.30 નો વધારો કરવામાં આવ્યો છે.

2026-03-20 15:04:14

ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો

ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે એલપીજીના સંકટ વચ્ચે પેટ્રોલિયમ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. આજથી બીપીસીએલએ સ્પીડ, એચપીસીએલએ પાવર અને આઈઓસીએલએ એક્પી95 જેવા પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં લિટરદીઠ 2.09 રુપિયાનો વધારો કર્યો.

2026-03-20 14:47:35

US પ્લેનને એરપોર્ટ ઉતરવા મનાઈઃ શ્રીલંકા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સૌથી મોટું નિવેદન આપ્યું. તેમણએ કહ્યું છે કે શ્રીલંકા માર્ચની શરુઆતમાં અમેરિકાના ફાઈટર પ્લેનને મટ્ટાલા ઈન્ટરનેશનલ હવાઈમથકે ઉતરવાની મંજૂરી આપી નથી.

2026-03-20 14:41:08

શરજીલ ઈમામ 6 વર્ષે જેલમાંથી બહાર

દિલ્હી રમખાણોના કેસના આરોપ શરજીલ ઈમામ લગભગ છ વર્ષ પછી જેલમાંથી બહાર થયો છે. દિલ્હીની કોર્ટે શરજીલ ઈમામને 10 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. આજે તિહાર જેલમાંથી બહાર આવ્યા પછી શરજીલે હસતા ચહેરે વિક્ટરીનો સંકેત આપ્યો.

2026-03-20 13:37:32

ઈરાને હોર્મુઝમાંથી પસાર થવા 20 લાખ ડોલર વસૂલ્યા હોવાનો રિપોર્ટમાં દાવો

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવાના બદલામાં એક ખાનગી ઓઇલ ટેન્કર કંપની પાસેથી 20 લાખ ડોલર લીધા હતા. જોકે, આ જહાજ કયા દેશનું છે તેની માહિતી સામે આવી નથી. રિપોર્ટ મુજબ, ઈરાને તેના દરિયાઈ ક્ષેત્રમાં એક સુરક્ષિત માર્ગ બનાવ્યો છે, જ્યાંથી ફક્ત મંજૂરી મળેલા જહાજો જ પસાર થઈ શકે છે. તેના બદલામાં તેમની પાસેથી ટેક્સ લેવામાં આવી રહ્યો છે.

2026-03-20 12:36:55

DGCAનો તમામ એરલાઈન્સને મોટો નિર્દેશ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ દેશની તમામ એરલાઇન્સને ગલ્ફ એરસ્પેસથી બચવા અને સુરક્ષા જોખમ મૂલ્યાંકન કર્યા બાદ આકસ્મિક યોજનાઓ તૈયાર રાખવાનો નિર્દેશ આપ્યો છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પગલું લેવાયું છે.

2026-03-20 11:44:54

અમદાવાદમાં ITના દરોડા

અમદાવાદમાં ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે. વટવામાં આવેલી મયુર ડાયકેમ પર તવાઈ બોલાવવામાં આવી છે.  એક સાથે 20 જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. ડાયકેમના માલિક મયુર પટેલ અને સુજલ પટેલને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે તપાસ શરૂ કરી છે. જેમાં મોટા પાયે કરચોરી બહાર આવી શકે છે.

2026-03-20 11:07:06

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક ત્રિપલ અકસ્માત થયો છે.  કાર, પીકઅપ વાન અન્ય ટ્રક વચ્ચે અકસ્માત થતા બે લોકોનાં મોત થયા છે. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

2026-03-20 10:38:11

ઈરાન યુદ્ધમાં અમેરિકાના 16 એરક્રાફ્ટ તબાહ

ઈરાન યુદ્ધમાં અમેરિકાની સેનાને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં અમેરિકામના ઓછામાં ઓછા 16 એરક્રાફ્ટ તબાહ થયા છે. જેમાં 12 ડ્રોન અને 4 વિમાન સામેલ છે. એફ F35 ફાઈટર જેટ પણ ક્ષતિગ્રસ્ત થયું છે.

2026-03-20 09:40:34

સવારથી ગુજરાતમાં કમોસમી વરસાદે લીધો વિરામ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, આજે સવારે 6 કલાકથી 8 કલાક દરમિયાનરાજ્યમાં એક પણ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો નથી. રાજ્યમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, રાજકોટ, મોરબી, પોરબંદરમાં અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

2026-03-20 08:46:56

મહુવામાં 3ની તીવ્રતાનો હળવો ભૂકંપનો

મોડીરાત્રે ભાવનગરના મહુવામાં 3ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ મહુવાથી 30 કિમી દૂર નોંધાયું હતું.

2026-03-20 08:30:12

ઈરાન વિરુદ્ધ 6 દેશોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે ઘડી રણનીતિ

વિશ્વના ઉર્જા બજાર પર ઈરાને કરેલા હુમલા બાદ હવે પશ્ચિમી દેશો અને જાપાને આક્રમક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા-સેંકડો જહાજોને સુરક્ષિત બહાર કાઢવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનને પુનઃસ્થાપિત કરવા માટે 6 દેશોએ સૈન્ય અને ફૂટનીતિક મોરચો ખોલ્યો છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ અને જાપાને સંયુક્ત રીતે ઈરાની હુમલાઓની આકરી નિંદા કરી છે. આ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર સૈન્ય સહયોગ વધારવાની જાહેરાત કરી છે.

2026-03-20 08:26:35

રાજ્યમાં 24 કલાકમાં 121 તાલુકામાં માવઠુ

રાજ્યમાં ચૈત્ર મહિનાની શરૂઆતમાં અષાઢ-શ્રાવણ જેવો માહોલ સર્જાયો હતો. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના  બગસરામાં સૌથી વધુ 1.61 ઇંચ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 1.54 ઇંચ, રાજકોટમાં 1.38 ઇંચ, ભેસાણમાં 1.38 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો. 117 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

2026-03-20 08:26:07

યુદ્ધ ખતમ થયું નથી, ઈરાને ઈઝરાયલ-અમેરિકાને આપી ધમકી

ઈરાન યુદ્ધના 21 દિવસ થયા છે. આ દરમિયાન ઈરાને અમેરિકા અને તેના સહયોગી દેશોને યુદ્ધ હજુ ખતમ થયું નથી તેવો ધમકીભર્યો મેસજ કર્યો છે. આ દરમિયાન ઈઝરાયલના વડા પ્રધાને નેતન્યાહુએ દાવો કર્યો છે કે, ઈરાન હવે મિસાઈલ બનાવવાની ક્ષમતા ગુમાવી ચુક્યું છે.