Mon May 25 2026

Logo

પેન્શન અને મોંઘવારી ભથ્થા પર સરકારનો મોટો નિર્ણય, કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી રાહત

2026-05-24 21:34:51
Author: Mumbai Samachar Team
Article Image

Ai Generated Image


5માં વેતન આયોગ હેઠળ આવતા નિવૃત્ત કર્મચારીઓ અને CPF લાભાર્થીઓના મોંઘવારી રાહત (DR)માં કરાયો વધારો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના પેન્શન કલ્યાણ વિભાગે 22 મેના રોજ એક પરિપત્ર જાહેર કરીને કેટલાક જૂના કેન્દ્રીય કર્મચારીઓ તથા એમના પરિવારને રાહત આપવાની વાત કરી છે. સરકારે આ કર્મચારીઓ માટે મોંઘવારીમાં રાહત મળે એ હતુંથી મોંઘવારી રાહત (DR) વધારવાનો નિર્ણય કર્યો છે. 
આ નિર્ણય એ નિવૃત કર્મચારીઓ અને એમના પરિવારના સભ્યો માટે જે 5માં વેતન આયોગના દાયરામાં આવે છે. આ નિર્ણય તા.1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ જશે. ડીઆર શ્રેણીના જૂના CPF લાભાર્થીઓ અને તેમના પરિવારના પાત્રો લાભાર્થી પણ છે

1 જાન્યુઆરી 2026 થી 483% અમલમાં

બીજી શ્રેણીમાં મૃતક CPF લાભાર્થીઓની વિધવાઓ અને પાત્ર આશ્રિત બાળકો તેમજ 18 નવેમ્બર, 1960 પહેલા નિવૃત્ત થયેલા અને હાલમાં એક્સ-ગ્રેશિયા ચુકવણીઓ મેળવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.1 જુલાઈ 2025 થી 466% અમલમાં, 1 જાન્યુઆરી 2026 થી 475% અમલમાં, આ દરો પાછલી અસરથી (જુલાઈ 2025 અને જાન્યુઆરી 2025 થી)લાગુ થશે, તેથી પાત્ર લાભાર્થીઓને અગાઉના મહિનાઓ માટે બાકી રકમની સંપૂર્ણ ચુકવણી પણ મળશે.

સરકારે એ વાત સ્પષ્ટ કરી દીધી કે, ડીઆરની ગણતરી કરતી વખતે જો કોઈ રકમ પૈસામાં આવતી હશે તો તે નિયમ અંતર્ગત નેક્સ્ટ હાયર રૂપિયામાં ગણી લેવામં આવશે, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે, દરેક કેસમાં યોગ્ય અને સાચું ડીઆર કેલક્યુલેશનની જવાબદારી પેન્શનવાળી એજન્સીઓ તથા સરકારી બેંકની રહેશે. 

નાગરિકોને લાગુ પડશે

આ DR વધારો એવા પસંદગીના કેટલાક વરિષ્ઠ નાગરિકોને લાગુ પડે છે, જેમને જૂની CPF (કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ) યોજના હેઠળ એક્સ-ગ્રેશિયા મળે છે. તેનાથી વિપરીત, 7માં પગાર પંચના દાયરામાં આવતા નિયમિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે, મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) હાલમાં 60% (1 જાન્યુઆરી, 2026 થી અમલમાં) ના દરે નક્કી કરવામાં આવ્યા છે.