Mon May 25 2026

Logo

કાન્સમાં ફરી છવાઈ ગઈ ઐશ્વર્યા રાય! અંતિમ દિવસે આપ્યો એવો લૂક કે નજર નહીં હટે

paris   2026-05-24 22:30:33
Author: mumbai samachar team
Article Image

Aishwarya Cannes


પેરીસઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ હોય અને એમાં ઐશ્વર્યા રાયની ચર્ચા ન હોય એવું તે કેમ બને? 23 મે ના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન થયું,એ દિવસે ઐશ્વર્યા રાયે એકથી એક ચડિયાતા પોઝ આપીને સૌને ચોંકાવી દીધા. મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી સુપરસ્ટાર એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અંતિમ દિવસોમાં ત્યાં પહોંચી હતી. પહેલા દિવસે તેમણે બ્લુ ડ્રેસમાં એકથી એક ચડિયાતા પોઝ આપ્યા અને અંતિમ દિવસના દિવસે ભૂરા રંગનું ગાઉન પહેરીને જાણે સ્વર્ગમાંથી પરી ઊતરી હોય એવી સુંદરતા સાથે સુંદરી પોઝમાં ફોટો ક્લિક કરાવ્યા હતા. 

રેડ કાર્પેટ પર છવાઈ ગઈ ઐશ્વર્યા  
ફેશન ડીઝાઈનર ફઝોલા નીલા દ્વારા ડીઝાઈન કરવામાં આવેલું ગાઉન તેમણે પહેર્યું હતું. જેમાં શાહી શાન, હોલિવૂડનું ગ્લેમર અને રેડ કાર્પેટ પર દીપિ ઊઠે એવા ટચ જોવા મળ્યા હતા. કાન્સમાં રહેલા ફોટોગ્રાફર્સ જ નહીં સોશિયલ મીડિયા પર રહેલા લાખો-કરોડો ફેન્સું ધ્યાન પણ એમના આ લૂક તરફ ખેંચાયું હતું. ફેશન પ્રેમીઓએ શાનદાર ફેશન કેપ અને ક્રિસ્ટલથી સજ્જ ગાઉનના ખૂબ જ વખાણ કર્યા હતા. જે ઈમ્પ્રેસીવ લૂકમાં વધારો કરતું હતું. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા આવેલી એક્ટ્રેસ આ વર્ષે પણ પોતાના અલગ અંદાજથી સૌને ચોંકાવી દીધા હતા. હાઈ ફેશન સાથે ગ્લેમર અને બ્યૂટી સાથે બ્રેઈનના મિશ્રણથી ફોટોગ્રાફર ક્લિક કરતા ખચકાતા ન હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EatTweetBlog (@eattweetblog)

એમની અનેક એવી તસવીર ઈન્ટરનેટ પર જોરશોરથી શૅર થઈ રહી છે અને લોકો એના પર દિલથી લાઈક્સ કરી રહ્યા છે. ફઝોલા નીલાનું ગાઉન શરીરના કટ્સ પર મખમલી લહેરીની જેમ ફીટ થયું હતું.આ ગાઉનને કારણે એના પર જ્યારે લાઈટ્સ પડતી ત્યારે એક અલગ લૂક આવતો હતો. ઐશ્વર્યા બ્યૂટી પ્રોડક્ટ કંપની લોરિયલની ગ્લોબલ બ્રાંડ એમ્બેસેડર છે.આ કંપની બ્યૂટી પ્રોડક્ટની દુનિયામાં એક મોટું નામ અને સ્થાન ધરાવે છે.વર્ષો સુધી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા પોતાના લૂકસને કારણે ચર્ચામાં રહી છે. વૈશ્વિક મંચ પર બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ લૂક્સની ખાસ વાત એ છે કે એના લૂકમાં એકપણ વાર કોઈ અશ્લીલતા દેખાઈ નથી. આ વખતે આલિયા ભટ્ટે પણ એક કંપની માટે બ્રાંડ એન્ડોર્સમેન્ટ કર્યું  હતું. એમની તસવીર પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. 11 દિવસ સતત ચાલું રહેલો આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ હકીકતમાં યુરોપમાં ફિલ્મ મેકર્સની સાથે ફેશન ડીઝાઈનર્સ, મોડલ, ફેશનની દુનિયાના કલાકારો, પ્રોડ્યુસરો અને વિશ્વસુંદરીઓનો એક મહામેળો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EatTweetBlog (@eattweetblog)