દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
મમતા બેનર્જી ટીએમસીના નામ અને ચૂંટણી ચિહ્ન મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસના નામ અને મૂળ ચૂંટણી ચિહ્ન અંગે ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. જેમાં ટીએમસીમાં પડેલા ભંગાણ બાદ ચૂંટણી પંચે પેટાચૂંટણી માટે મમતા જૂથને 'ફૂટબોલ ખેલાડી'નું ચિહ્ન ફાળવ્યું હતું. તેમજ ટીએમસીના નામ અને મૂળ ચૂંટણી ચિહ્નને સ્થગિત કરી દીધું છે.
ગુજરાતમાં નર્મદા ડેમ 95 ટકા ભરાયો, 27 જળાશયો 100 ટકા ભરાયા
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદના પગલે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. જેમાં અત્યાર સુધી નર્મદા ડેમ 95 ટકા ભરાયો છે. જયારે 27 જળાશયો 100 ટકા ભરાયા છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલી વધી, ઈડી કેસમાં હાઇકોર્ટનો રાહત આપવાનો ઇનકાર
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ઝારખંડ હાઈકોર્ટે ED સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે તેમની આગળની કાર્યવાહી અટકાવવાની અરજી ફગાવી દીધી છે.
પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું, નંદીગ્રામના કોંગ્રેસ ઉમેદવારની હત્યા કેસમાં ધરપકડ
પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં મમતા બેનર્જીએ નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન જાહેર કર્યું હતું. કારણ કે તેમની પાર્ટીના ઉમેદવારે ચૂંટણી મેદાનમાંથી નામ પાછું ખેંચી લીધું હતું. જોકે, મહત્વના ઘટના ક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની હત્યાના એક જૂના કેસ ધરપકડ કરવામાં આવી છે.
ભારત પાકિસ્તાન યુદ્ધ જહાજ ટક્કર બાદ ભારતનું આકરું વલણ, પાકિસ્તાનને કહ્યું કરારોનું સન્માન કરે
ભારતે પશ્ચિમ અરબી સમુદ્રમાં પાકિસ્તાન અને ભારતના યુદ્ધ જહાજો વચ્ચે ટક્કર અંગે કડક વલણ અપનાવ્યું છે. તેમજ ભારતે ફરી એકવાર પાકિસ્તાનને સલાહ આપી છે કે તે બંને દેશો વચ્ચેના કરારોનું સન્માન કરે અને તેની તમામ સૈન્ય ટુકડીઓ યોગ્ય સાવચેતી રાખે તે સુનિશ્ચિત કરે. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના સ્પષ્ટીકરણને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે.
વોરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, પુત્રને સોંપી જવાબદારી
અમેરિકાના દિગ્ગજ રોકાણકાર અને ઉદ્યોગપતિ વોરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમજ તે કંપનીના માનદ ચેરમેન તરીકે સેવા આપશે. જોકે, તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રહેશે. તેમણે પુત્ર હોવર્ડ બફેટની નવા ચેરમેન તરીકે નિમણૂક કરી છે.
અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણી માટે મતદાન શરૂ, નવેમ્બરમાં નક્કી થશે ડોનાલ્ડ ટ્રમ્પનું ભવિષ્ય
અમેરિકામાં વર્ષ 2026ની મિડ-ટર્મ ચૂંટણી માટે શુક્રવારે વર્જિનિયામાં મતદાન શરૂ થયું છે. જેમાં ઇડાહો, મિનેસોટા અને સાઉથ ડાકોટા જેવા કેટલાક રાજ્યોમાં લોકો 'એબ્સેન્ટી બેલેટ' દ્વારા મતદાન કરવા માટે ચૂંટણી કચેરીઓ અથવા મતદાન કેન્દ્રોની મુલાકાત પણ લઈ શકે છે. તેમજ આગામી અઠવાડિયે અન્ય રાજ્યોમાં પણ મોટા પાયે મતદાન શરૂ થશે.જોકે, મિડ ટર્મ ચૂંટણી બાદ પરિણામ નવેમ્બર માસમાં આવશે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પનું ભવિષ્ય અંગે નિર્ણય થશે.
મમતા બેનર્જીને આંચકો, ટીએમસીનું ચૂંટણી ચિહ્ન સ્થગિત, બંને જૂથોને નવા નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવાયા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં ભંગાણ પડ્યું છે. જેમાં ટીએમસીમાંથી એક જુથ અલગ થયું હતું અને પોતાને અસલી ટીએમસી ગણાવીને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જોકે, હવે ચૂંટણી પંચ આ મુદ્દે મમતા બેનર્જી અને ઋતબ્રત બેનર્જીને અલગ અલગ ચૂંટણી ચિહ્ન અને નામ ફાળવી દીધા છે. તેમજ ટીએમસીનું ચૂંટણી ચિહ્ન હાલ પૂરતું સ્થગિત કરી દીધું છે.
2 કલાકમાં 142 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 10થી બપોરના 12 વાગ્યા સુધીના બે કલાકમાં 142 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આણંદના તારાપુરમાં સૌથી વધુ 1.18 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડેડિયાપાડામાં 1.14 ઇંચ વરસાદ પડ્યો હતો. 140 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
નિઠારી કાંડમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ કરી આત્મહત્યા
ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર (નોઈડા) ના નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીનો મૃતદેહ ફાંસીના ફંદે લટકતો મળ્યો છે. આરોપીનો મૃતદેહ હરિદ્વારમાંથી મળી આવ્યો છે. આ ઘટના ઉત્તરી હરિદ્વારના ભૂપતવાલા વિસ્તારમાં સપ્ત સરોવર રોડ સ્થિત લાલમાતા મંદિર સામે બની હોવાનું સામે આવ્યું છે.
વરસાદને કારણે અમદાવાદમાં અંડરપાસ બંધ કરાયા
અમદવાદમાં સતત વરસી રહેલા વરસાદના પગલે પરિમલ અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, મકરબા અંડરપાસ અને અખબારનગર અંડરપાસ બંધ કરાયા. જ્યારે વાસણા બેરેજમાં હાલમાં 14 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. પાણીની જાવક શરૂ થઈ ગઈ છે. નાગરિકોને આ રૂટ પરના અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં મોરબી જિલ્લાના માળિયામાં સૌથી વધુ 5.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, બનાસકાંઠાના દાંતામાં 3.58 ઈંચ, પાલનપુરમાં 2.17 ઈંચ, અમીરગઢમાં 2.48 ઈંચ અને રાધનપુરમાં 2.13 ઈંચ તેમજ પાટણના શંખેશ્વરમાં 3.35 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ઓખામંડળમાં 2.8 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 2.56 ઈંચ, ખેડાના મહેમદાવાદમાં 2.28 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 2.28 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.28 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.
અમદાવાદના અનેક વિસ્તારમાં ઝરમરઝરમર વરસાદ શરૂ
હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે અમદાવાદ તથા તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. વહેલી સવારે શાળાએ જતા, નોકરી-વ્યાપાર કરવા માટે જતા લોકો ભીના થઈ ગયા હતા. વસ્ત્રાપુર, જોધપુર, એસ.જી.હાઈવે, ગોતા, ચાંદલોડિયા, પ્રહલાદનગર, આનંદનગર, માણેકબાગ, સી.જી.રોડ, સ્ટેડિયમ રોડ, આશ્રમ રોડ-ઈનકમ ટેક્સ, દિલ્હી ચકલા જેવા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.
