Tue Aug 18 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:02 August 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-02 08:24:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-02 22:34:17

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMCના દરોડા

અમદાવાદ શાહેરના સૌથી મોટા મનપસંદ જીમખાના કલબમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હોવાના અહેવાલ છે. આ દરોડા દરમિયાન અંદાજે 150થી વધુ જુગાર રમતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

2026-08-02 22:01:20

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં શાંતિ રેલીમાં બ્લાસ્ટ, 7 લોકોના મોત, 18 ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટ થતાં અફડા તફડી મચી હતી.જેમાં સાત લોકોના મોત થયા છે  અને 18 લોકો ઘાયલ થવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે.

2026-08-02 20:06:04

ગુજરાતમાં નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, 76 ટકા ભરાયો

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો થઇ રહ્યો છે. જેમાં રવિવાર સાંજે પાંચ વાગે સુધીમાં ડેમની સપાટી 131.48 મીટરે પહોંચી છે.

2026-08-02 19:12:27

ખાટુ શ્યામના શ્રદ્ધાળુઓ માટે ખુશખબરી, સુંદરપુરા ખાતે બનશે  રેલવે સ્ટેશન

રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટુ શ્યામ મંદિરના શ્રદ્ધાળુઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુંદરપુરા ખાતે આધુનિક ખાટુ શ્યામ રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે. જેનાથી શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચવામાં સરળતા રહેશે.

2026-08-02 17:29:15

ચાયવાલાઝના સ્થાપક રોહિત શર્માએ આપઘાત કર્યો

રાજસ્થાનના દૌસાથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં  'ચાયવાલાઝ'  સ્ટાર્ટઅપના સ્થાપક રોહિત શર્માએ  દૌસા સ્થિત પોતાના નિવાસસ્થાને આપઘાત કર્યો છે.

2026-08-02 17:02:35

ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે હવે સોમવારથી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. તેમજ  હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

2026-08-02 16:01:35

કર્ણાટકમાં ભૂસ્ખલનથી ત્રણ અને કેરલમમાં પૂરથી આઠ લોકોના મોત

દેશના અનેક રાજ્યો સતત વરસાદ, પૂર અને ભૂસ્ખલનની જેવી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. જેમાં કર્ણાટકમાં ભૂસ્ખલનના લીધે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જયારે કેરલમમાં વરસાદ સબંધી ઘટનાનાઓમાં આઠ લોકોના મોત થયા છે.

2026-08-02 15:33:22

આરબીઆઈની સોમવારથી ત્રણ દિવસીય બેઠક, રેપો રેટ અંગે લેવાશે નિર્ણય

દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતીની ચર્ચા માટે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક 3 થી 5 ઓગસ્ટ સુધી યોજાશે. આ બેઠકમાં રેપો રેટ અંગે નિર્ણય લેવામાં આવશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા બેઠકની અધ્યક્ષતા કરશે.

2026-08-02 08:26:03

આજે 8 જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ યલો એલર્ટ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટવાનું છે. જો કે, આજે 8 જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈ કાલે સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.