Sat Sep 05 2026

Logo

‘પહેલા દેશ, પછી કેમેરા!’: રાષ્ટ્રગાન વાગતાં જ ભૂમિ પેડણેકરે પોઝ આપવાનું છોડી આપ્યું સન્માન, વીડિયો વાયરલ

2026-08-25 17:15:39
Author: Mumbai Samachar Team
‘પહેલા દેશ, પછી કેમેરા!’: રાષ્ટ્રગાન વાગતાં જ ભૂમિ પેડણેકરે પોઝ આપવાનું છોડી આપ્યું સન્માન, વીડિયો વાયરલ

Instagram


મુંબઈ: બોલીવુડની અભિનેત્રી ભૂમિ પેડણેકર આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે, તેમાંય વળી તેને યૂઝર્સ પણ ટ્રોલ કરી રહ્યા છે. જંતર-મંતર પર કોંક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના આંદોલનને લઈને પોતાની વાત રજૂ કરવાને કારણે તે ટ્રોલ થઈ હતી, પરંતુ એની પૂરના રાહત કાર્યોમાં ભાગ લેવા પર તેની સરાહના કરવામાં આવી હતી. હવે ફરી એકવાર ભૂમિ પોતાના એક જેસ્ચરને કારણે ચર્ચામા આવી છે. 

ભૂમિ પેડણેકર હાલમાં જ સર્વોત્તમ નાગરિક સમ્માન 2026માં પહોંચી હતી. રેડ કાર્પેટ પર તે ફોટોગ્રાફર્સ માટે પોઝ આપી રહી હતી, ત્યારે જ બેકગ્રાઉન્ડ પર રાષ્ટ્રગાન જન ગણ મન વાગવા લાગ્યું હતું. અવાજ સાંભળતા જ ભૂમિએ પેપ્સને થોભી જવાનો ઈશારો કર્યો હતો. તે સ્ટેજ પરથી નીચે ઉતરી અને સાવધાનની મુદ્રામાં ઊભા રહીને તેણે રાષ્ટ્રગાનનું સન્માન કર્યું હતું. તેનો આ અંદાજ કેમેરાની સામે રહેવા અને પોતાની એન્ટ્રી જાળવી રાખવા કરતા ઘણું વધારે મહત્વનું હતું. સોશિયલ મીડિયા પર તેનો આ વીડિયો સામે આવતા જ લોકોએ તેના ખૂબ વખાણ કર્યા હતા. 

ભૂમિના આ વ્યવહારને ઇન્ટરનેટ યુઝર્સે સરાહના કરી હતી. જેમાં એક યુઝરે લખ્યું કે ફ્રેમની ચિંતા નહીં, કેમેરાનું ઝનૂન નહીં, પહેલા દેશ! બોલીવુડમાં આજકાલ આવા સંસ્કારો ક્યાં જોવા મળે છે? ભૂમીને સલામ. બીજાએ લખ્યું હતું કે તે પ્રસંશાની હકદાર છે.

વર્ક ફ્ર્ન્ટની વાત કરીએ તો ભૂમિએ 'મેરે હસ્બન્ડ કી બીવી', 'ખેલ ખેલ મેં', 'ભક્ષક', 'ધ લેડી કિલર', 'થેંક્યુ ફોર કમિંગ', જેવી ફિલ્મો કરી હતી, પરંતુ આ બધી ફિલ્મોમાં તેની જોઈએ એટલી સફળતા મળી નહોતી. આ વર્ષે તે 'દલદલ' વેબસિરીઝમાં પણ જોવા મળી હતી, જેને ક્રિટિક્સ અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી હતી.