Sat Sep 05 2026

Logo

ભરૂચની અંકલેશ્વર GIDCમાં MD ડ્રગ્સ લેબોરેટરીનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ...

2026-02-14 22:33:29
Author: Vimal Prajapati
ભરૂચની અંકલેશ્વર GIDCમાં MD ડ્રગ્સ લેબોરેટરીનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ...

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભરૂચઃ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી પોલીસને ગુપ્ત માહિતી મળી હતી તેના આધારે  અંકલેશ્વર GIDC વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યાં હતા. આ દરમિયાન અહીં ભાડાના મકાનમાંથી MD ડ્રગ્સ બનાવાતી ગેરકાયદેસર લેબનો પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

SOGની ટીમ દ્વારા મોડી રાત્રે દરોડા પાડ્યા

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં આવેલી સિદ્ધ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બી બ્લોકમાં ભાડે લેવામાં આવેલા ફ્લેટના બાથરૂમમાં ગુપ્ત રીતે લેબોરેટરી તૈયાર કરવામાં આવી હતી. તેમાં સિન્થેટિક MD ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. SOGની ટીમ દ્વારા મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતાં. એસઓજીની તપાસમાં બહાર આવ્યું કે, આરોપી એક ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. દિવસ દરમિયાન નોકરી અને રાત્રે બાથરૂમમાં બનાવેલી લેબમાં ડ્રગ્સ તૈયાર કરતો હતો.

આરોપીએ MD ડ્રગ્સ બનાવતો હોવાનું કબૂલ્યું 

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં આરોપી અનિલ રાખોલિયાએ કબૂલ્યું કે, તે વિવિધ કેમિકલ્સ GIDC વિસ્તારમાંથી મેળવી અને ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી MD ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે દરોડા દરમિયાન અંદાજે રૂપિયા 2.44 લાખ કિંમતનું 74.88 ગ્રામ MD ડ્રગ્સ તેમજ મોટી માત્રામાં રો મટીરિયલ કબજે કર્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને તે ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું તેમજ આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તેની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ...