અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર દાન ચોરીના વિવાદ વચ્ચે એક મહિલા શ્રદ્ધાળુએ ચાર કરોડનું દાન આપ્યું છે. તેમજ વિનંતી કરી છે કે આ ભંડોળનો ઉપયોગ સ્ટાફનો પગાર અને સુવિધા વધારવા માટે કરવા જણાવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ સોમવારે રામ જન્મભૂમિ સંકુલમાં રામ લલ્લા પ્રત્યે શ્રદ્ધાળુનું એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં ચેન્નાઈથી અયોધ્યા આવેલી મહિલા શ્રદ્ધાળુ એસ. નાગલક્ષ્મીએ રામ મંદિરને ₹10,000 દાન આપ્યું હતું અને ખાસ કરીને મંદિરના કર્મચારીઓ માટે રૂપિયા 4 કરોડનો ચેક આપ્યો હતો.
કર્મચારીઓને રકમ ફાળવવાનો નિર્ણય સંકુલમાં ચર્ચાનો વિષય
તેમજ મંદિરને બદલે કર્મચારીઓને આટલી મોટી રકમ ફાળવવાનો નિર્ણય સંકુલમાં ચર્ચાનો વિષય બન્યો. દાનની સાથે શ્રદ્ધાળુ મહિલાએ સ્પષ્ટપણે પોતાનો હેતુ વ્યક્ત કર્યો હતો. તેમણે રૂપિયા 4 કરોડની રકમનો ઉપયોગ રામ મંદિરમાં કામ કરતા કર્મચારીઓ માટે સુવિધાઓ વધારવા અને તેમના પગાર વધારવા માટે કરવા જણાવ્યું હતું.
શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારા સાથે દાનનું પ્રમાણ પણ વધ્યું
આ ઉપરાંત તેમણે ટ્રસ્ટને મંદિરના સંચાલન અંગે કેટલાક સૂચનો પણ આપ્યા છે. રામ મંદિરમાં દાન ચોરીની ઘટના બાદ દાનની રકમમાં ઘટાડો થવાની ચર્ચા થઈ હતી. જોકે, શ્રાવણ મેળા દરમિયાન શ્રદ્ધાળુની સંખ્યામાં વધારા સાથે દાનનું પ્રમાણ પણ વધ્યું છે.
દાન ચોરી બાદ મંદિર નિર્માણની પ્રક્રિયા ધીમી પડી
આ દરમિયાન રામ મંદિર દાન ચોરી બાદ મંદિર નિર્માણની પ્રક્રિયા ધીમી પડી છે. જેમાં દાન ચોરી કેસ બાદ ચુકવણી પ્રક્રિયામાં ફેરફાર થયો છે. ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય અને સભ્ય ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા પછી એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
ડૉ. કૃષ્ણ મોહનને વચગાળાના મહાસચિવ તરીકે નિયુક્ત
જેમાં ડૉ. કૃષ્ણ મોહનને વચગાળાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા કાર્યકારી પ્રણાલીઓને નવેસરથી સમજવા માટે સમયની જરૂર પડી રહી છે. તેમજ કંપનીઓ પાસેથી ચુકવણી માટે નવી અરજીઓ માંગવાને કારણે પ્રક્રિયામાં વધુ વિલંબ થઇ રહ્યો છે.