Sat Jun 20 2026

Logo

રામ મંદિરને મળ્યું 3.6 અબજનું દાન,1300 કિલો ચાંદી અને 20 કિલો સોનું,જાણો આખો હિસાબ

2026-06-20 20:07:00
Author: Mumbai Samachar Team
Article Image

ChatGTP Ai Generated Image


અયોધ્યાઃ છેલ્લા કેટલાક દિવસથી રામ મંદિર આસ્થા કરતા દાનની થયેલી ચોરીને કારણે ચર્ચાય છે. લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ મંદિરમાં યથાશક્તિ દાન અર્પણ કરીને જાય છે. આ દાનની ગણતરી કરતા આ રકમ હવે 3 અબજ સુધી પહોંચવા આવી છે. ચાર વર્ષના દાનની ગણતરી કરતા આ રકમ સામે આવી હતી. માત્ર રકમ જ નહીં કુલ 1300 કિલો ચાંદી અને 20 કિલો સોનાનો પણ આ દાનમાં સમાવેશ થાય છે. આ ચાર વર્ષ દરમિયાન ભાવિકોએ માત્ર રોકડા જ નહીં સોના-ચાંદીની વસ્તુઓ પણ રામના ચરણમાં અર્પણ કરી દીધી છે. દાનપાત્રમાંથી ચોરીના વિવાદ વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં મળેલી રકમનું એલાન કરવામાં આવ્યું છે. 

માત્ર રોકડા જ નથી મળ્યા

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચીવ ચંપત રાયે આ અંગે વાત કરતા સ્પષ્ટતા કરી હતી. છેલ્લા ચાર વર્ષમાં ભાવિકોએ અનેક એવી મહત્ત્વની ધાતુનું દાન કર્યું છે. આ દાનમાં માત્ર રોકડાની જ ગણતરી કરવામાં આવી નથી. આ પરથી કહી શકાય કે, રામ મંદિર પ્રત્યે દેશવાસીઓની શ્રદ્ધા માત્ર શબ્દો પૂરતી જ સિમિત નથી.લોકોની આસ્થા કેટલી છે એ દાનના રૂપે જોઈ શકાય છે.

વર્ષ 2023-24માં રામ મંદિરને જુદા જુદા માધ્યથી કુલ 363 કરોડ 34 લાખ રૂપિયા પ્રાપ્ત થયા છે. કયા માધ્યથી કયુ દાન મળ્યું એ અંગે પણ વિગતવાર જાણકારી જાહેર કરવામાં આવી છે. વર્ષ 2020થી 2024 સુધી રામ મંદિરને કેશ, ઓનલાઈન, વિદેશી કરંસી તથા અનેક એવી અમૂલ્ય ધાતુના રૂપમાં દાન મળ્યું છે. આ તમામનો ટોટલ કરવામાં આવે તો ચોંકાવનારો આંકડો સામે આવે છે. વર્ષ 2023-24માં પણ રામ ભક્તોએ દિલ ખોલીને દાન કર્યું હતું, કેશ પછી લોકો સોના-ચાંદીની વસ્તુઓ આપતા થયા છે. 

ક્યા માધ્યમથી કેટલું દાન?

મંદિરમાં આવતા દાનની રકમ બેંકમાં જમા કરાવવામાં આવે છે અને બેંક તેના પર વ્યાજ આપે છે. ટ્રસ્ટને જુદી જુદી બેંકના માધ્યમથી 204 કરોડ રૂપિયા તો માત્ર વ્યાજની રકમ તરીકે મળ્યા છે. વિદેશમાંથી પણ રામના ભક્તોએ દિલ ખોલીને દાન કર્યું છે. 11 કરોડ રૂપિયાનું દાન વિદેશથી આવ્યું છે. યુ

પીઆઈ અને નેટ બેકિંગથી મંદિરને 71 કરોડની રકમ દાન રૂપે મળી છે. મંદિરનામાં મૂકવામાં આવેલા દાન પાત્રમાંથી 24 કરોડ 75 લાખ રૂપિયાની કેશનું ક્લેક્શન થયું છે, જ્યારે મંદિરના કાઉન્ટરથી મળતા દાનનો આંકોડ 53 કરોડને પાર થઈ ગયો છે. આ ચારવર્ષની સરેરાશ છે. ખાસ કરીને દિવાળી અને રામનવમી પર આવતા ભાવિકો દાન કરીને જાય છે. આ દિવસોમાં મંદિરમાં ભારે ભીડ રહે છે અને દાનની રકમ એક દિવસમાં જ ખૂબ મોટી થઈ જાય છે. દિવાળીના એક મહિના પહેલા જ આ માહોલ જોવા મળે છે. 

કેટલા કરોડ મળ્યા વ્યાજ રૂપે?

જેમ જેમ દિવાળી પર્વ નજીક આવતું જાય છે એમ ભાવિકોની ભીડ અયોધ્યામાં વધતી જાય છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ 3000 કરોડનું ક્લેક્શન દાન રૂપે મળ્યું હતું.ધાર્મિક પર્યટન તરીકે એક આસ્થાનું કેન્દ્ર બની રહેતા મંદિર ટ્રસ્ટની આવક વધી છે. એવામાં મહાકુંભ અને રામનવમી જેવા તહેવારોમાં આ દાનની રકમ એક દિવસમાં ખૂબ જ મોટી થઈ જાય છે.

એક જ વર્ષમાં એટલે કે, વર્ષ 2024માં જ મંદિરની કુલ વાર્ષિક આવક દાન રૂપે 327 કરોડને પાર થઈ ગઈ હતી, જ્યારે 173 કરોડનું  વ્યાજ મંદિરને મળ્યું હતું. રામ મંદિરમાં જુદા-જુદા સેક્શનમાં કુલ 20થી વધારે દાનપાત્ર છે. અહીં 11 બેંક કર્મચારી અને 3 મંદિર ટ્રસ્ટના સભ્યોને દાનને લઈને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.