Fri May 01 2026

Logo

સિક્યોરિટીના નામે યાત્રીને અચાનક એરપોર્ટ પર અટકાવી દીધો, જાણો ચોંકાવનારો કિસ્સો

Singapore Changi Airport   2026-04-01 22:06:00
Author: Mumbai Samachar Team
Article Image

સિંગાપોરઃ એરપોર્ટ સિક્યોરિટીમાં ચેકિંગ વખતે બેગ મશીનમાંથી પાસ થાય અને અચાનક તપાસકર્તા અધિકારી અને સમગ્ર ટીમ ચોંકી જાય ત્યારે અંદર સોનું હોય એવું બિલકુલ નથી. ડ્રગ્સ હોય એવું પણ નથી. નિયમાનુસાર બધુ જ બરોબર હતુ તેમ છતા યાત્રીને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તપાસકર્તા અધિકારીએ કહ્યું કે, તમારી બેગમાં હાથીનું બચ્ચું છે. નિયમ અનુસાર હાથીનું આવી રીતે પરિવહન કરવું નિયમની વિરૂદ્ધમાં છે અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. 

યાત્રી પણ ચોંકી ઊઠ્યો
આટલું સાંભળતા જ યાત્રી પણ ચોંકી ઊઠ્યો હતો. તપાસકર્તા અધિકારીએ કહ્યું કે, સ્ક્રિનિંગમાં જોવા મળ્યું છે કે, બેગમાં હાથીનું બચ્ચુ છે અને તેને આવી રીતે લાવવું ગેરકાયદેસર છે. આટલું જાહેર થયા બાદ એરપોર્ટ પર રહેલા લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. એક્સ-રે મશીનમાં પણ એક હાથીના બચ્ચે જેવી આકૃતિ જોવા મળી હતી.આ ચિત્ર સામે આવતા અધિકારીઓએ યાત્રીને અટકાવી દીધો હતો. તપાસકર્તા અધિકારીએ બીજા કર્મચારીને ઈશારો કર્યો હતો. આ કિસ્સો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે. જ્યારે એરપોર્ટ પર પરમિંદરસિંહ નામના પ્રવાસીએ બેગ ખોલ્યું તો એ સમયે રમકડાંનું હાથીનું બચ્ચું નીકળ્યું હતું. 

ખૂબ જ આર્ટિસ્ટિક હતું
હકીકતમાં બેગમાં હાથીનું સુવિનિયર હતું. તાજ આમેર હોટેલમાંથી આ રમકડું પરમિંદરસિંહે ખરીદ્યુ હતું. હકીકત સામે આવતા સિક્યોરિટી સ્ટાફ પણ હસવા લાગ્યો અને સૌ લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. પરમિંદરસિંહે સમગ્ર કિસ્સો એક્સ પર શેર કર્યો હતો. જેના પર લોકો હવે અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓને લાગ્યું હતું કે, આ કોઈ મોટો કેસ હશે પણ જ્યારે બેગ ખુલી ત્યારે મામલો અલગ નીકળ્યો અને આ કિસ્સો સિંગાપોર એરપોર્ટ પરનો છે.એક્સ રે મશીનમાં જ્યારે આ પ્રકારના રમકડા આવે છે ત્યારે એ ચોક્કસ રીતે સ્પષ્ટ દેખાતા નથી. 

આવા સમયે એમની આકૃતિ જોવા મળે છે. કેટલીકવાર સામાન્ય દેખાતી વસ્તુઓ હોય છે જેના પર આશંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. આ જ કારણોસર એરપોર્ટમાં ચેકિંગ વખતે શંકાસ્પદ લાગતી વસ્તુઓને બેગમાં ખોલીને તપાસ કરવામાં આવે છે.