અયોધ્યા: અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રામ મંદિરમાં દર્શન માટેના વીઆઇપી પાસ માટે પણ ટ્રસ્ટીઓના આઇડીનો દૂરઉપયોગ કરીને શ્રદ્ધાળુઓ પાસેથી નાણાં વસૂલતા હોવાનો વિગતો પ્રકાશમાં આવી છે.
પદાધિકારીઓની ભૂમિકા અંગે પણ અનેક પ્રશ્નો
આ અંગે મળતી વિગતો મુજબ રામ મંદિર દાન ચોરી કેસમાં આઠ આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં હવે રામ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓની ભૂમિકા અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેમાં રામ લ્લાના દર્શન માટેના વીઆઈપી પાસ માટે પણ શ્રદ્ધાળુઓ પાસેથી નાણાં વસૂલતા હોવાની બાબત સામે આવી છે.
વીઆઈપી પાસ મંદિરમાં પ્રવેશની વિશેષ વ્યવસ્થા
રામ મંદિરમાં વીઆઈપી પાસ એક વિશેષ પ્રવેશ વ્યવસ્થા છે. જેમાં અમુક લોકો માટે સામાન્ય લાઇનથી અલગ આ પ્રાથમિકતા સાથે દર્શનની સુવિધા આપવામાં આવતી હતી. આ પાસ સામાન્ય રીતે વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ અને મંદિરના વિશેષ મહેમાન માટે હતા. જેને સુગમ દર્શન પાસ પણ કહે છે.
ટ્રસ્ટના મહાસચિવ અને સભ્યના આઇડીનો ઉપયોગ
આ ઉપરાંત રામ મંદિરમાં અત્યાર સુધી ટ્રસ્ટના મહાસચિવ અનિલ મિશ્રા, ટ્રસ્ટ સભ્ય અનિલ મિશ્રા અને ખાસ આમંત્રિત ગોપાલ રાવના આઈડી નો ઉપયોગ કરીને વીઆઈપી દર્શન પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા.
વીઆઈપી દર્શન પાસ ઇસ્યુ કરવાની ભલામણ
આ વ્યવસ્થા મુજબ ટ્રસ્ટના સભ્ય તેમના ડિજિટલ એકાઉન્ટ દ્વારા અથવા ભલામણ પત્ર દ્વારા વીઆઈપી દર્શન પાસ ઇસ્યુ કરવાની ભલામણ કરે છે. જેની બાદ કાઉન્ટર પરનો સ્ટાફ ડિજિટલ સિસ્ટમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરશે અને પછી પાસ ઇસ્યુ કરે છે.