કૅન્સસ (અમેરિકા): ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપનો ઇતિહાસ 96 વર્ષ જૂનો છે અને એમાં આ વખતે તો રેફરી-વિવાદના 100 કિસ્સા બન્યા હશે એમ કહીએ તો ખોટું નથી, કારણકે મેદાન પર હરીફ ખેલાડીઓ એકમેકને ધક્કો મારીને, પગમાં પગ ભરાવીને કે જર્સી ખેંચીને નીચે પાડવાના પ્રયાસમાં હોય એવું તો ઘણી વખત બની ગયું, પરંતુ રેફરી (Referee)ના ઘણા નિર્ણયો પણ ચર્ચાસ્પદ બન્યા છે. મૅચ દરમ્યાન ખેલાડીઓ રેફરી સાથે તકરાર કરી રહ્યા હોય કે મૅચ પછી કોઈ ખેલાડીએ કે તેની ટીમના કોચે રેફરી સાથે દલીલ કરી હોય એવી ઘટના પણ બની ગઈ છે.
રવિવારે સવારે ક્વૉર્ટર ફાઇનલમાં એવું જ બન્યું. આર્જેન્ટિનાના સ્વિટ્ઝરલૅન્ડ પરના 3-1ના વિજય સાથે મૅચ તો પૂરી થઈ ગઈ, પણ મૅચ દરમ્યાન એક તબક્કે (સ્વિટ્ઝરલૅન્ડને અપાયેલી ફ્રી કિક વખતે) આર્જેન્ટિનાના કૅપ્ટન લિયોનેલ મેસી (Messi)ની પોર્ટુગલના રેફરી જોઆઓ પિન્હેરો સાથે ખૂબ દલીલ થઈ હતી જે વીડિયોમાં જોવા મળ્યું છે. બન્ને વચ્ચે ઘણી વાર સુધી દલીલબાજી થઈ હતી.
“HABLÁ BIEN, NO FALTES EL RESPETO. A MÍ HÁBLAME BIEN”.
— treintaytres (@GRUPOTRESTRES) July 12, 2026
Lionel #Messi, al árbitro portugués. 🤬🇦🇷 pic.twitter.com/fxMHSPMvLe
દલીલ દરમ્યાન મેસીએ રેફરીને કહ્યું, `અપમાનજનક રીતે મારી સાથે વાત ન કરો...મારી સાથે સીધી રીતે વાત કરો...મેં તમારી સાથે સારી રીતે બોલ્યો છું.' મેસી આ રેફરીના કેટલાક નિર્ણયોથી નારાજ હતો. આર્જેન્ટિનાના ખેલાડીઓએ પણ મૅચ દરમ્યાન રેફરીના કેટલાક નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
જોકે તેમની દલીલ બહુ લાંબો સમય નહોતી ચાલી. ખેલાડીઓ અને અધિકારીઓએ આવીને તેમને શાંત પાડ્યા હતા. સામાન્ય રીતે મેસી ગુસ્સે થતો જોવા નથી મળતો, પણ આ કિસ્સામાં તે રેફરી પર ખૂબ ક્રોધિત હતો એટલે એવું કહી શકાય કે રેફરીના ઘણા `ફાઉલ' સામે મેસીએ આંગળી ચીંધી હતી. આ જીત સાથે આર્જેન્ટિનાએ સતત બીજા વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં બુધવારે (મધરાત બાદ 12.30 વાગ્યે) એનો મુકાબલો ઇંગ્લૅન્ડ સામે થશે.