Fri Sep 04 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં બ્રિટિશ ઍરવેઝ જીત્યું, નોર્વેની ઍરલાઇનનો પરાજય! જાણો, કેવી રીતે...

Miami   2026-07-12 16:33:09
Author: Ajay Motiwala
ફિફા વર્લ્ડ કપમાં બ્રિટિશ ઍરવેઝ જીત્યું, નોર્વેની ઍરલાઇનનો પરાજય! જાણો, કેવી રીતે...

માયામીઃ શનિવારે રાત્રે ફિફા વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વવિજેતા ઇંગ્લૅન્ડ (England) સામે નોર્વે (Norway) હારી ગયું, પણ નોર્વેની `નોર્વેઇયન ઍર' નામની ઍરલાઇન ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે.

શનિવારે ઇંગ્લૅન્ડ-નોર્વેની રોમાંચક ક્વૉર્ટર ફાઇનલ રમાઈ એના થોડા દિવસ પહેલાં નોર્વેની ઍરલાઇને ઇન્સ્ટાગ્રામ પર બ્રિટિશ ઍરવેઝ (Airways)ને ટૅગ કરીને એક પડકાર ફેંક્યો હતો. નોર્વેની ઍરલાઇને બ્રિટિશ ઍરવેઝને ચૅલેન્જ આપી હતી કે `જો ક્વૉર્ટર ફાઇનલમાં નોર્વેની ટીમ હારી જશે તો એ પોતાના પ્રોફાઇલ પિક્ચરમાં એક દિવસ માટે બ્રિટિશ ઍરવેઝનો લોગો રાખશે. જો ઇંગ્લૅન્ડની ટીમ આ મૅચ હારી જાય તો બ્રિટિશ ઍરવેઝે પોતાના પ્રોફાઇલમાં નોર્વેઇયન ઍરનો લોગો રાખવો પડશે.'

નોર્વેઇયન ઍરલાઇનની સોશ્યલ મીડિયા ટીમે આ બેટ (ચૅલેન્જ)ની આખી યોજના તૈયાર કરી હતી. આ ચૅલેન્જને લગતી ખબર ઇન્ટરનેટ પર વાઇરલ થતાં જ અન્ય દેશોની ઍરલાઇનોએ ટિપ્પણી લખી હતી અને અનેક લોકો પણ એમાં જોડાયા હતા.

શનિવારે મોડી રાત્રે માયામીમાં નોર્વેનો ક્વૉર્ટરના એક્સ્ટ્રા ટાઇમમાં 1-2થી પરાજય થયો ત્યાર બાદ તરત જ નોર્વેઇયન ઍરની સોશ્યલ મીડિયા ટીમે વચન મુજબ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોફાઇલ પિક્ચરમાં ફેરફાર કરીને બ્રિટિશ ઍરવેઝનો લોગો મૂકી દીધો હતો તેમ જ એમાં મૅસેજમાં `ઇટ્સ કમિંગ હોમ...વેલ પ્લેઇડ, ઇંગ્લૅન્ડ ઍન્ડ બ્રિટિશ ઍરવેઝ' એવું લખ્યું હતું. પ્રતિક્રિયામાં બ્રિટિશ ઍરવેઝે પોસ્ટમાં લખ્યું, `એકમેકના હરીફ 90 મિનિટ સુધી, પણ મિત્રતા કાયમની'. આવું લખીને બ્રિટિશ ઍરવેઝે નોર્વેની ઍરલાઇનનો આ ચૅલેન્જ બદલ આભાર માન્યો હતો અને સેમિ ફાઇનલમાં પહોંચવા બદલ ઇંગ્લૅન્ડની ટીમને અભિનંદન આપ્યા હતા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Norwegian (@flynorwegian)

એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નોર્વેની ઍરલાઇન માટેના કટાક્ષમાં એવી કમેન્ટ લખવામાં આવી હતી કે `તમે જીતી જ ન શકો એવી બેટ લગાવવી જ ન જોઈએ.'