Sun Jul 12 2026

Logo

સલમાન ખાને અચાનક વેચી દીધો મુંબઈનો ફ્લેટ! ભાઈજાનનું સિક્રેટ પ્લાનિંગ જાણો?

2026-07-12 17:14:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને પોતાનો એક ફ્લેટ વેચી નાંખ્યો છે. આ ફ્લેટની કિંમત કરોડોમાં હોવાનું જાણવા મળ્યું છે. બોલિવૂડના સેલેબ્સ હવે પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે.  કોઈ જમીન ખરીદી રહ્યું છે તો કોઈ મકાન વેચી રહ્યું છે. સલમાન ખાને જે ફ્લેટ વેચ્યો એની કિંમત ₹3.50 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ફ્લેટ વર્ષ 2015માં ₹2.88 કરોડમાં ખરીદ્યો હતો. આ ફ્લેટ વેચવા પર સલમાન ખાનને સારા એવા પૈસા મળ્યા છે. 

આર્થિક રીતે થયો મોટો ફાયદો
પોતાની પ્રોપર્ટીને લઈને સલમાન ખાન ફરી એકવાર ચર્ચામાં છે. મુંબઈના પોશ વિસ્તાર એવા બ્રાંદ્રા વેસ્ટમાં રહેલો પોતાનો એક ફ્લેટ વેચી નાંખ્યો છે. વર્ષોથી તે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. બ્રાંદ્રા સાથે સલમાન ખાનનો વર્ષો જૂનો સંબંધ રહ્યો છે. બ્રાંદ્રા વેસ્ટમાં રહેલો તેનો આ ફ્લેટ ₹3.50માં વેચાયો છે. 11 વર્ષ બાદ આ ફ્લેટ વેચાયો છે.  ફ્લેટ મોટી કિંમતે વેચાતા સલમાન ખાનને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે. આ ફ્લેટ બ્રાંદ્રા વેસ્ટના જાણીતા બિલ્ડિંગ શિવ અસ્થાન હાઈટ્સમાં છે. આ ફ્લેટ મુનીરા અકબરાલી ડંડાવાલા, મહદીઅલી અકબરાલી ડંડાવાલા અને જેહરા મહદીઅલી ડંડાવાલાને વેચાયો છે. ખરીદાર તરીકે એનું નામ સામે આવ્યું છે. 

ખરીદી કરનારે ચૂકવી મોટી કિંમત
આ ફ્લેટનો એરિયા 758 વર્ગફૂટ છે. આ સાથે બે કાર પાર્કિંગ સ્પેસ આપવામાં આવી છે. આ ડીલ 9 જુલાઈના રોજ રજીસ્ટર્ડ થઈ છે. આ ટ્રાંઝેક્શનમાં ખરીદી કરનાર વ્યક્તિએ ₹21 લાખની સ્ટેમ્પ ડ્યૂટી તથા ₹30 હજાર રજીસ્ટ્રેશન ફી ચૂકવી છે. આ હિસાબથી ફ્લેટની કિંમત આશરે ₹46000 પ્રતિ સ્ક્વેર ફીટ નક્કી કરાઈ છે. આવું પહેલીવાર નથી કે શિવા આસ્થાન હાઈટ્સમાં સલમાન ખાને કોઈ પ્રોપર્ટી વેચી હોય. આ પહેલા પણ જુલાઈ 2025માં તેણે એક ઈમારતમાં પોતાનો આલિશાન ગણાતો ફ્લેટ વેચી નાંખ્યો હતો. આ ફ્લેટ ₹5.25 કરોડમાં વેચાયો હતો.  સલમાન ખાને મુંબઈના એક જાણીતા રેસિડેન્શિયલ અને કર્મશિયલ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. ગત મહિને (જૂન 2026), સલમાન ખાનના પરિવારને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) તરફથી બાંદ્રાના ચિંબાઈ વિસ્તારમાં એક નવો રહેણાંક ટાવર બનાવવા માટે મંજૂરી મળી હતી. 

સલમાન ખાનના નામે પ્લોટ
આ પ્લોટ સલમાન ખાનની માતા સલમા ખાનના નામે નોંધાયેલો છે અને 2011 માં ખાન પરિવાર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. આ સ્થળ તેમના વર્તમાન નિવાસસ્થાન 'ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ' થી થોડા મીટર દૂર સ્થિત છે. સલમાન ખાનની આગામી ફિલ્મની વાત કરીએ તો માતૃભૂમિ આવી રહી છે.  સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' માટે હેડલાઇન્સમાં છે. દર્શકો આ એક્શન-વોર ડ્રામાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે, જેમણે 'મુંબઈ સે આયા મેરા દોસ્ત' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ સલમાન સાથે મુખ્ય ભૂમિકામાં છે.