બેંગ્લુરૂઃ કર્ણાટકમાં એક સરકારી બસમાં કન્ડક્ટર મંત્રી સાથે બબાલ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પરિવહન મંત્રી અને સરકારી બસના કંડક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી. સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે, મંત્રીએ સરકારી બસનો ઉપયોગ કર્યો પણ મૂળ મુદ્દો અહીંયા બીજો હતો. કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારની રાત્રે એક નિરિક્ષણ કરવા માટે પહોંચી ગયા હતા. આ એક સરપ્રાઈઝ ચેકિંગ હતું. પછી બન્યું એવું કે બસના કંડક્ટરે પરિવહન મંત્રીને બસથી નીચે ઊતરી જવા માટે કહી દીધું.
બે કલાક સુધી કરી યાત્રા
મંત્રીએ બેંગ્લુરૂની 10થી વધારે બસમાં 2 કલાકથી વધારે સમય સુધી બસમાં માસ્ક પહેરીને નિરિક્ષણ કર્યું હતું. મંત્રીનો મૂળ હેતું બસ સર્વિસનું નિરિક્ષણ કરવાનો હતો.આ દરમિયાન યાત્રીઓએ બસ રોકવા માટે કહ્યું હોવા છતા બસ રોકવામાં ન આવી. આ વાતની ગંભીર રીતે નોંધ લઈને બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી કરી છે. એટલું જ નહીં એ બસના કંડક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બીજી એક બસમાં છૂટા પૈસા ન હોવાથી કંડક્ટરે તેમને બસમાંથી નીચે ઊતરી જવા માટેનું કહી દીધું હતું.
🚨 Karnataka transport minister boarded a BMTC bus from Hebbal to Nagashettihalli and requested two tickets.
— Indian Tech & Infra (@IndianTechGuide) July 12, 2026
He handed over a Rs 100 note to the conductor, who asked for exact change. When the minister replied he did not have any, the conductor showed his cash bag, saying he too… pic.twitter.com/k5yag8dpIq
ગ્રાઉન્ડ લેવલ પર રિપોર્ટિંગ
મંત્રીએ ગ્રાઉન્ડ લેવલ પર શું ચાલી રહ્યું છે એ જાણવા માટે માસ્ક પહેરીને રિપોર્ટિંગ કર્યું હતું. આવું કરવા પાછળનો હેતું સરકારી બસ સર્વિસમાં શું ચાલી રહ્યું છે અને યાત્રીગણને કેવો પ્રતિસાદ મળી રહ્યા છે એ જાણવાનું હતું. એવું નથી કે મંત્રીએ આ માટે કોઈ ટિકિટ લીધી ન હતી. મંત્રીએ બે ટિકિટ લીધી અને 100 રૂપિયા પણ આપ્યા. જ્યારે બસના કંડક્ટરે ખુલ્લા પૈસા માગ્યા એ સમયે મંત્રીએ ગંભીરતાથી નોંધ લીધી.
જ્યારે મંત્રીએ કહ્યું કે, ખુલ્લા પૈસા નથી તો બસ કંડક્ટરે કેશબેગ દેખાડતા છુટ્ટા પૈસા નહીં હોવાની વાત કહી. પછી બસ કંડક્ટરે કહ્યું કે, પૈસા ખુલ્લા આપો અન્યથા બસમાંથી નીચે ઊતરી જાવ. આ પછી મંત્રીએ કોઈ જ પ્રકારની દલીલ કર્યા વગર બસમાંથી નીચે ઊતરવાનો નિર્ણય કર્યો.
રિક્ષાની સવારી કરી
બસના ડ્રાઈવર કે કંડક્ટરને એ વાતનો બિલકુલ અંદાજો ન હતો કે, જે નીચે ઊતર્યા એ જ પરિવહન મંત્રી છે. મંત્રીએ સાંજે 7.10 વાગ્યાથી લઈ 9.10 વાગ્યાની વચ્ચે જયમહલ, ટીવી ટાવર, આરટીનગર, SBI રોડ, હેબ્બલ ટેક પાર્ક, નાગવારા, હેન્નુરથી લઈ ગેદ્દલાહલ્લી સુધીના વિસ્તારને કવર કરતી બસમાં પ્રવાસ કર્યો હતો. એ પછી મંત્રીએ નાગાશેટ્ટીહલ્લીથી રિક્ષા કરી હતી. જ્યાં 30 રુપિયાના બદલે 36 રૂપિયાનું ભાડું લેવામાં આવ્યું હતું. પછી મંત્રીએ 40 રૂપિયા આપ્યા હતા.