નવી દિલ્હીઃ આરજે મહવશ અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે એવા વાવડ વહેતા થયા હતા. ડેટિંગની ખબર સામે આવતા અનેક પ્રકારની ચર્ચા થવા લાગી હતી.ધનેશ્રી વર્મા સાથે સંબંધ તૂટ્યા બાદ હવે આરજે મહવશ સાથે રિલેશનશિપ હોવાની વાત સામે આવી હતી. હવે બન્નેએ ડેટિંગની વાતને અફવા ગણાવી દીધી છે અને કહ્યું છે કે, અમે સારા મિત્ર છીએ. પણ ઘણા એવા પ્રસંગો રહ્યા જેમાં બન્ને એકસાથે જોવા મળ્યા હતા.
એકબીજાને અનફોલો કરી દીધા
હવે બન્નેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આ વિષયને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. એમનું બ્રેકઅપ થયું હોવાની અટકળ સેવાઈ રહી છે. આ વિષય પર હકીકત તો બન્નેમાંથી કોઈ એક કહે એ પછી જ ખ્યાલ આવે. મહવશે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, લોકોની એવી આદત હોય છે કે, તેઓ નાની અમથી વાતને પહાડ જેવડું રૂપ આપી દે છે. જ્યારે તમે ખુદ એક એવા તબક્કામાંથી પસાર થાવ છો તો આ કોઈ મોટી વાત નથી લાગતી, જે રીતે બે મિત્રો વચ્ચે કોઈ ખેંચતાણ થઈ ગઈ અને એકબીજાને અનફોલો કરી દીધા. બસ અહિંયા વાત ખતમ થઈ જાય છે. જ્યારે તમે મિત્રો સાથે કોઈ પ્રકારની અર્થ વગરની પણ વાતો કરી શકો છો તે એમના પ્રત્યે કોઈ મનદુખ પણ ન રાખવું જોઈએ. આ માટે જ હું એના માટે કાયમ શુભકામનાઓ જ આપીશ, હું હંમેશા એમની સાથે રહીશ આ કોઈ એટલી મોટી વાત નથી.
આગળના સમયમાં પણ સાથે છું
યુઝવેન્દ્ર ચહલ અને મહવશ વચ્ચે રિલેશનશિપની વાતને લઈને સ્પષ્ટતા સામે આવી કે, તે એકબીજાને કોઈ રીતે ડેટ કરતા નથી. એમના જીવનમાં એક મુશ્કેલીભર્યો સમય હતો એ સમયે તે એની સાથે રહી હતી. ધનશ્રી સાથે સંબંધ પૂરા થયા બાદ એમને એક સાચા દોસ્તની જરૂર હતી.એમનું ધ્યાન આઈપીએલ તરફ લઈ જવાનો પ્રયાસ હતો. એક સાથી બનીને હું એમની સાથે છું અને આગળના સમયમાં પણ સાથે જ રહીશ.મહવશ સાથે એની રિલેશનશિપની ચર્ચા એવા સમયે શરૂ થઈ જ્યારે ક્રિકેટરના અને ધનશ્રીના સંબંધો એક કઠિન સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. ગત વર્ષે મહવશે આઈપીએલની પંજાબ કિંગ્સની તમામ મેચ નિહાળી હતી.