Sat Aug 29 2026

Logo

"ગુજરાતે હંમેશા વિકાસને જ પસંદ કર્યો છે": વડોદરામાં મતદાન બાદ TMC સાંસદ યુસુફ પઠાણનું નિવેદન

2026-04-26 16:27:20
Author: Devayat Khatana
"ગુજરાતે હંમેશા વિકાસને જ પસંદ કર્યો છે": વડોદરામાં મતદાન બાદ TMC સાંસદ યુસુફ પઠાણનું નિવેદન

વડોદરા: વડોદરામાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ યુસુફ પઠાણે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "મતદાન એ દરેકનો અધિકાર છે અને તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. વિકાસ માટે મત આપવામાં આવ્યા છે. ગુજરાતમાં જે વિકાસના કાર્યો થયા છે તેનાથી લોકો વાકેફ છે. ગુજરાતે હંમેશા વિકાસને જ પસંદ કર્યો છે... ગુજરાતના જાગૃત નાગરિકો હંમેશા વિકાસ માટે મતદાન કરે છે."

વડોદરાના ભૂતપૂર્વ ગાયકવાડ રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડે વડોદરા ખાતે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિકાસ તો થાય જ પણ તેની સાથે આપણા શહેરનો સાંસ્કૃતિક વારસો પણ જળવાઈ રહે. જેમ જેમ માંગ વધે તેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર થવો જોઈએ, પરંતુ સાંસ્કૃતિક વારસો પાછળ રહી જવો જોઈએ નહીં. આપણે તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. 

રાજકોટમાં રાજવી પરિવારના સભ્યો પોતાનો મત આપવા માટે વિન્ટેજ કારમાં મતદાન મથક પહોંચ્યા હતા. રાજવી પરિવારના ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "મતદાન એ માત્ર અધિકાર જ નથી, પરંતુ શક્તિ પણ છે. જો તમે મતદાન નથી કરતા, તો તમે ફરિયાદ કરવાનો અધિકાર પણ ગુમાવો છો. મતદાન એ લોકશાહીનો અત્યંત મહત્વનો અને અભિન્ન હિસ્સો છે. અને આજે, મતદાનના દિવસે, અમે આ વિન્ટેજ કારમાં આવ્યા છીએ જે વિરાસત, કળા અને સંસ્કૃતિનું પ્રતીક છે."