અયોધ્યાઃ રામ રાજ્ય બનાવવાની વાત વચ્ચે જ્યારે રામ મંદિરમાંથી જ ચોરીની વાત સામે આવે ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. રામ મંદિરમાં ભાવિકોએ કરેલા દાનની ચોરીનો મામલો સામે આવ્યા બાદ જાણે મંદિર નિર્માણ સમિતિ શંકાના દાયરામાં હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. હવે રામ મંદિર નિર્માણ સમિતીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સમગ્ર કેસ અંગે વાત કહી છે. માત્ર દાન ચોરી જ નહીં પણ દાનની ગણતરી અને મોનિટરિંગને લઈને પણ મુદ્દો ઊઠાવ્યો છે. એમનો મુદ્દો કેટલા અંશથી સાચો છે એ ચર્ચાનો વિષય છે પણ સમગ્ર મંદિર પરિસરમાં એક ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે એ વાતનો મુદ્દો ટોક ઓફ ધ અયોધ્યા ટાઉન બની રહ્યો છે.
શું બોલ્યા નૃપેન્દ્ર મિશ્રા?
સમગ્ર મંદિરમાં હાલમાં જે મોનિટરિંગની સિસ્ટમ છે એ નબળી છે.આ સિસ્ટન ન હોવા બરોબર છે.ચોરીનો મામલો સામે આવ્યો તો અત્યારે સુધી ફરિયાદ કેમ નથી થઈ?SITની તપાસ ચાલી રહી છે, કેટલાક શંકાસ્પદ મુદ્દાઓ સામે આવી રહ્યા છે તો પોલીસ ફરિયાદ કેમ થતી નથી?આ કોઈ મારો સવાલ નથી પણ આના જવાબ તો ભાવિકો પણ જાણવા ઈચ્છતા જ હશે.ટ્રસ્ટની સામે જ્યારે આ મુદ્દો આવ્યો એ સમયે પણ ઘણી બધી વસ્તુ મિસિંગ હતી. આખરે વાતની જાણકારી સામે આવી જ ગઈ છે તો પોલીસ ફરિયાદ કરવામાં આવે, અથવા તો જે વાત સામે આવી છે એ ખરેખર અધુરી છે. અજાણ્યા વ્યક્તિની સામે સવાલ છે કે જાણીતા વ્યક્તિની સામે? જે થયું એ યોગ્ય થયું નથી.
જવાબદારી કોની છે?
હવે જે લોકોને આ અંગેની પ્રાથમિક જાણકારી હતી તેને એવું વિચાર્યું કે ડાયરેક્ટ રાજ્ય સરકારના ધ્યાને આ વાત લાવવામાં આવે.અપીલ કરવામાં આવે. પછી એસઆઈટીની વાત આવે છે. જ્યારે ન્યાયિક તપાસ કરવામાં ત્રણ મહિનાનો સમય લાગે છે તો તપાસના રિપોર્ટ પછી તો પોલીસ ફરિયાદમાં એને ફેરવી શકાય છે. આ કંઈ પ્રોસેસથી જુદી નથી. જો પોલીસ ફરિયાદ કરત તો સ્થાનિક પોલીસના દાયરામાં આવે તે પ્રક્રિયા થાત. જો દાનની ગણતરી વખતે સીસીટીવી ફૂટેજ લાગેલા હતા અને સીસીટીવી પરથી ખ્યાલ આવી ગયો હતો તો આ ચોરી થઈ એ બિલકુલ યોગ્ય નથી. રામ મંદિરમાં જે દાન આવે છે એને લઈને એક જવાબદારી છે. આ તમામ લોકોની જવાબદારી છે. હવે આ મામલો આટલો મોટો થયો ત્યારે ટ્રસ્ટની જવાબદારી શું? એ વાત નિશ્ચિત કરો કે, જ્યારે દાનની ગણતરી કરવા માટે જે ટીમ આવે કે સભ્ય આવે એના કપડાંમાં ખિસ્સું ન હોય
સજા થવી અનિવાર્ય
જે તપાસ થઈ રહી છે એમાં કંઈ ખોટું નથી. મોટા અધિકારીઓ એમાં જોડાયા છે. લોકો પણ એવું કહે છે કે, ડાયરેક્ટ પોલીસ ફરિયાદ થવી જોઈએ. હવે જો પોલીસ એફઆઈઆર થાત તો સપ્લિમેન્ટ એફઆઈઆર થાત.સમગ્ર મંદિર પરિસરમાં જ 800 સીસીટીવ કેમેરા છે. કંટ્રોલ રૂમ અલગ છે.પોલીસની સતત દેખરેખ હોય છે.સવાલ એ થઈ રહ્યો છે કે, ખરેખર સીસીટીવીનો સાચો ઉપયોગ થયો છે ખરા?આવી વાત સમિતિના અધ્યક્ષે કહી હતી. લોકોની આસ્થાના નામે કેટલાક અસુર જ્યારે મંદિર સુધી પહોંચ્યા છે ત્યારે આ મામલાની તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે. દાનના પાત્ર પર દાનવની નજરનું પરિણામ છે કે, દાનમાં આવેલા રૂપિયાની ઉચાપત થઈ ગઈ. કરોડો રૂપિયા અને કેટલીક વસ્તુઓ સગેવગે કરી દેવાઈ છે એવો આરોપ છે ત્યારે આ અંગે તટસ્થ તપાસના રિપોર્ટ જાહેર થાય અને સજા મળે અસુરોને એ જ ભાવિકો ઈચ્છે છે.