Tue Jun 02 2026

Logo

યુટ્યુબ જ કહી દેશે વીડિયો AI જનરેટેડ છે કે નહીં? નવી અપડેટમાં મળશે ટેગ સ્ક્રોલિંગ ફીચર

2026-06-02 22:55:44
Author: mumbai samachar team
Article Image

ફ્લોરિડાઃ વિડિયો પ્લેટફોર્મ પર આવતા AI વિડિયોને લઈને અનેકવાર ચર્ચા ઊઠી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વધી રહેલી લોકપ્રિયતાને લઈને વીડિયો સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ યુટ્યુબે પારદર્શિતા વધારવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ ફીચર અંતર્ગત વીડિયો પ્લે થતા પહેલા જ ખ્યાલ આવી જશે કે, વીડિયો એઆઈ જનરેટેડ છે. એઆઈની મદદથી તૈયાર કરેલા વીડિયો અથવા એડિટ કરેલા વીડિયો યુટ્યુબ જાણી લેશે અને પછી યુઝર્સને પણ એ અંગે એલર્ટ કરશે. 

સરળતાથી ઓળખી શકાશે 
હવે એઆઈથી તૈયાર થયેલા વીડિયો સરળતાથી ઓળખી શકાશે. કંપનીએ એઆઈ લેબલ, ઓટોમેટિક એઆઈ કોન્ટેટ સિસ્ટમ તથા પર્સનલાઈઝ કોન્ટેટ જેવા ફીચરનું એલાન કર્યું છે, આ તમામ ફીચર વીડિયો સાથે જોવા મળશે. આ બદલાવથી યુઝર્સને એક નવો અનુભવ તો મળશે સાથે જે વીડિયો તૈયાર થયો છે એમાં એઆઈનો ઉપયોગ કેટલો થયો એ અંગે પણ સરળતાથી જાણી શકાશે. એઆઈ કોન્ટેટથી તૈયાર થયેલા વીડિયો કે ફોટો એકદમ વાસ્તવિક દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે એમાં કોઈ કસ્ટમાઈઝેશન કરવામાં આવે ત્યારે એઆઈ છે કે હકીકત એ કહેવું કઠિન થઈ જાય છે. આ સમયે યુટ્યુબે હવે આ માટે રસ્તો શોધી કાઢ્યો છે. હવે એઆઈથી તૈયાર થયેલા વીડિયો પર લેબલ જોવા મળશે એઆઈ. એકમોટા કોન્ટેટ ફ્લો અને લાયબ્રેરી પર કામ ચાલી રહ્યું છે. આ લેબલ સામાન્ય યુટ્યુબ સ્ટોરી કે શોર્ટમાં પણ સરળતાથી વાંચી શકાશે. 

સરળતાથી જોઈ શકાશે આ ટેગ
કોઈ પણ વીડિયોમાં પ્લેયરની નીચેના ભાગમાં આ ટેગ જોવા મળશે. યુઝર જ્યારે કોઈ પણ પ્લેયરમાં નેવિગેટ કરશે, વોલ્યુમ કે સ્કિપ કરવા આગળ વધશે ત્યારે એ સરળતાથી જોવા મળશે. યુટ્યુબ કંપની એવું માની રહી છે કે આ એક અલગ અનુભવ રહેશે. ખાસ કરીને જે લોકો મુંઝવણ અનુભવતા હતા કે વાસ્તવિકતા શું એ લોકો માટે આને પારખવું સરળ બની જશે. યુટ્યુબ પર ઘણા એઆઈથી તૈયાર થયેલા કોન્ટેટ શોર્ટમાં ચાલી રહ્યા છે. ઘણા શોર્ટમાં સારી માહિતી મળી રહી છે પણ એઆઈથી તૈયાર થયેલા હોવાને કારણે એમાં હાલ જાણી શકાતું નથી. હવે નવી અપડ઼ેટમાં એ દરેક જૂના નવા શોર્ટ પર એઆઈ જનરેટેડ લખેલું જોવા મળશે. ક્સ્ટમ ડિસ્કવરી ફીચર્સમાં યુઝરને જે પસંદ છે એ કોન્ટેટ પણ તે સરળતાથી શોધી શકશે. દા.ત. કોઈ યુઝર માત્ર બોલિવૂડ મ્યુઝિકના કોન્ટેટ શોધવા માગે છે તો માત્ર એક કિવર્ડથી એ ઓરિનિજલ અને એઆઈથીતૈયાર થયેલા એમ તમામ કો્ન્ટેટ મેળવી શકશે. 

ટેગ પણ સેટ કરી દેશે યુટ્યુબ
હાલમાં યુટ્યુબના મોબાઈલ વર્ઝન પર જુદા જુદા ટેગ આપવામાં આવે છે. આ ટેગ યુઝર્સની પસંદગી અનુસાર કસ્ટમાઈઝ થાય છે. આ કસ્ટમાઈઝેશન યુઝર પોતે પણ સેટ કરી શકશે. આ પછી તેને સ્ક્રોલ કરીને કે જે તે ચેનલ પર ફોલો કરીને તેને કસ્ટમાઈઝ પણ કરી શકશે. દા.ત. ગેમિંગ સેક્શનમાં કોઈ ચેનલ ફોલો કરી હશે અને એની કોઈ નવી અપડેટ આવશે તો નોટિફિકેશન સાથે એના સંબંધીત કેટલાક ટેગ પણ મળી રહેશે. કંપનીનું એવું કહેવું છે કે, યુઝરના અનુભવને વધુ સ્મૂથ અને એમની પસંદગીના વિષયને સાંકળીને તૈયાર કરવામાં યુઝરને જ સરળતા રહેશે. આ કારણે યુઝર એના રસના વિષયોથી વધારે અપડેટેડ રહેશે. ચેનલને લઈને એઆઈથી તૈયાર થયેલા કોન્ટેટ અલગ પડ઼ી જશે.