મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ભારતને ભ્રષ્ટાચાર, જાતિવાદ અને વંશવાદી રાજકારણથી મુક્ત કરીને 'કાર્ય-આધારિત રાજકારણ'ના નવા યુગની શરૂઆત કરી છે, એમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીના જન્મદિવસ અને ગુજરાત તથા કેન્દ્રમાં મોદીના શાસનના ૨૫ વર્ષ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન યોજાનારા 'સેવા સંકલ્પ અભિયાન'ની જાહેરાત કરવા માટે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા શાહે કહ્યું કે વડાપ્રધાને દેશને નીતિવિષયક સ્થગિતતા, ગઠબંધનની મજબૂરીઓ અને નબળી નિર્ણયશક્તિમાંથી મુક્ત કર્યો છે.
2014 के बाद भारत में आए परिवर्तन...#SevaSankalpAbhiyan pic.twitter.com/BhIaaFKTE8
— Amit Shah (@AmitShah) September 13, 2026
તેમણે કહ્યું કે, ૨૦૧૪ પહેલાં, ભારતીય રાજકારણ ત્રણ મુખ્ય સમસ્યાઓથી પીડાતું હતું - ભ્રષ્ટાચાર, જાતિવાદ અને વંશવાદી રાજકારણ. ૨૦૧૪ થી ૨૦૨૬ના રાજકીય યુગમાં આ ત્રણેયનો અંત આવ્યો છે અને લોકોએ દેશને કાર્ય-આધારિત રાજકારણ તરફ આગળ વધાર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, "જન સેવા એ જ પ્રભુ સેવા" સૂત્ર ધરાવતું આ અભિયાન ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે.