આચમન - અનવર વલિયાણી
પોતાને મહાન માની રાજકારણમાં પદો - હોદ્દાઓનો લાભ ઉઠાવ્યો અને નેતા બન્યા.
- ખરો અભિનેતા `સૂત્રધાર'ના કહેવા પ્રમાણે ભૂમિકા કરે, પણ પોતે નિર્લેપ જ રહે, ભજવવાની ભૂમિકા પ્રમાણે રંગાય નહીં, કારણ એનો ખરો `સૂત્રધાર' તો સૂત્રધારોનો સૂત્રધાર છે અને તેનું અંગત જીવન તો અંતકરણમાં બેસેલા સૂત્રધારના કહેવા પ્રમાણે હોય છે, હોવું જોઈએ.
- જેમની પાસે ઉચ્ચ ધ્યેય - મિશન હોય તેવા કેટલાક `સૂત્રધારો'ના કહેવા પ્રમાણે પોતાની અલગ પગદંડીઓ કોતરનાર અને એ પ્રમાણે ચાલનાર, ભૂમિકા કરનાર, ભજવનાર લીડરો, નેતાઓ પણ આ જગતમાં આવી ગયા અને આવતા રહેશે.
- તેમાંના કેટલાકનાં નામો ઉદાહરણ તરીકે આપું છું:
* રાજા સિદ્ધાર્થમાંથી, ભગવાન બુદ્ધ, જિસસ, સંત રોહીદાસ, સંત કબીર, વાલિયામાંથી વાલ્મીકિ.
બૅરિસ્ટરમાંથી ગાંધીજી - લિંકન - મધર ટેરેસા - ઓશો - મીરાં - સોક્રેટિસ - પયગંબર (સંદેશવાહક) હઝરત મહમ્મદ સાહેબ, ભગવાન મહાવીર - જે. કૃષ્ણમૂર્તિ વગેરે વગેરે...
- આમાંના ઘણાને તેમના વર્તન માટે - કાર્ય કરવા માટે સગા - મિત્રો તથા પ્રજાનો ખોફ - ક્રોધ - ગુસ્સો, વહોરવો પડયો હતો...
પણ...
- તેઓ સર્વશક્તિમાન - સૂત્રધાર ઈશ્વરના આદેશ - કહેવા પ્રમાણે જ વર્ત્યા હતા અને પોતાની ભૂમિકાને પોતાના જીવનના ભોગે ન્યાય આપ્યો હતો.
- લગભગ અભિનેતા અને નેતાઓને જોનારી - સાંભળનારી પ્રજા રાજી થઈ તાળીઓ પાડે તે ગમે, પણ
- અમુકને જ `સૂત્રધાર' ઈશ્વર રાજી થઈ શાબાશી આપે તે ગમે.
- માત્ર ઈશ્વર - પ્રભુ, અલ્લાહ જ નિર્લેપ રહીને - અદૃશ્ય રહીને પણ પોતાની `કલાકાર' તરીકેની, નેતા તરીકેની, સહસ્ર ભૂમિકાઓ પોતે જ `સૂત્રધાર હોવા છતાં ભજવી શકે.
- દેશ-વિદેશમાં ખ્યાતી ધરાવતા, સદીઓ જૂના અખબાર `મુંબઈ સમાચાર' અને તેમાં છપાતા ન્યૂઝ - લેખો પૂર્તિઓમાંની એક અતિ લોકપ્રિય પૂર્તિ ધર્મતેજના વહાલા જિજ્ઞાસુ - શ્રદ્ધાળુ વાચક મિત્રો!
પૃથ્વી પરનું જીવન પણ રંગમંચ છે અને આપણે ભાગે પ્રસંગે પ્રસંગે આવતી ભૂમિકા આપણને જ ભજવવાની છે.
* કયારેક પુત્ર-પુત્રી રૂપે,
* ક્યારેક ભાઈ-બહેન,
* પતિ-પત્ની,
* દાદા-દાદી વગેરે વગેરે...!
- એ સર્વે ભૂમિકાઓ સર્વશ્રેષ્ઠ `સૂત્રધાર' કે જે પ્રત્યેકના અંતકરણમાં બેઠો છે તેના કહેવા પ્રમાણે ઉત્તમ રીતે ભજવીએ.
- અંગત સ્વાર્થ, હિત રાખ્યા વગર નિર્લેપ રીતે, તોજ બધી ભૂમિકા ભજવવાની ભૂમિકા પ્રાપ્ત થાય.
- સર્વશ્રેષ્ઠ સૂત્રધારના હાથ નીચેના અભિનેતા બનવાનું મળ્યું છે તો ભૂમિકાઓની ચિંતા શા માટે...?
* * *
પ્રેરણાતીર્થ:
- મજબૂત મનવાળાને કોઈ મુશ્કેલી નડતી નથી. તે મુશ્કેલીને ક્યાંય ધકેલી દે છે...!