બીસીસીઆઇએ નકવીની એસીસીને ‘ટ્રોફી નહીં સ્વીકારીએ' એવું અગાઉથી જ કહી દીધું હતું
દુબઇ: રવિવારે મોડી રાત્રે અહીં હરમનપ્રીત કૌર અને તેની ટીમે શ્રીલંકાને ફાઇનલમાં 72 રનથી હરાવીને ભારતને આઠમું એશિયા કપ ટાઇટલ અપાવ્યું ત્યાર બાદ ભારતીય ટીમે ટૂર્નામેન્ટના આયોજક એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના નામચીન અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના બદનામ વડા મોહસિન નકવી (Naqvi)ના હાથે ટ્રોફી ન સ્વીકારીને ક્રિકેટ જગતમાં તેનું નાક કાપ્યું ત્યાર પછી ચેમ્પિયન ભારતીય ટીમ માટે મેદાન પર ખુદ બીસીસીઆઈ દ્વારા સમાંતર સેરેમની સમારોહ રાખવામાં આવ્યો હતો.

ભારતે ફાઇનલ (Final) જીતી લીધી ત્યાર બાદ લગભગ એક કલાક સુધી મુખ્ય ઇનામ વિતરણ સમારોહ વિલંબિત થયો હતો. ભારતીય ટીમ નફ્ફટ નકવીના હાથે ટ્રોફી (trophy) સ્વીકારવાની જ નહોતી. બીસીસીઆઈએ આ ટૂર્નામેન્ટ પહેલાં જ એસીસીના નકવીને વાકેફ કરી દીધો હતો કે ભારતીય ટીમ જીતશે તો તેના હાથે ટ્રોફી નહીં સ્વીકારે.
શરમમાં મુકાયેલા નકવીએ રનર-અપ શ્રીલંકાની ટીમને મેડલ અને ઇનામ આપ્યા હતા અને ત્યાર પછી તે દુબઈના સ્ટેડિયમમાંથી છૂમંતર થઈ ગયો હતો.
Two exceptional fielding performances, two well-deserved medals! 🏅
— BCCI Women (@BCCIWomen) September 14, 2026
🎥 BCCI Honorary Secretary Mr. Devajit Saikia @lonsaikia, in presence of BCCI Vice President Mr. Rajeev Shukla @ShuklaRajiv, awards the medal for the grand Final 👏👏#TeamIndia | #WomensAsiaCup | #INDvBAN |… pic.twitter.com/QfY3xP2DtO
નકવી જતો રહ્યો ત્યાર પછી ભારતે પોતાની ટૂંકી મેડલ સેરેમની મેદાન પર યોજી હતી. આ સુંદર સેરેમનીમાં બીસીસીઆઈના સેક્રેટરી દેવાજિત સૈકિયા અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા ઉપસ્થિત હતા. તેમણે ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા અને તેમના પર્ફોર્મન્સને ખૂબ બિરદાવ્યો હતો.
નંદની શર્માને સર્વશ્રેષ્ઠ ફીલ્ડિંગ બદલ મેડલ
ભારતીય પેસ બોલર નંદની શર્માને આખી ટૂર્નામેન્ટમાં તેમ જ પ્રેક્ટિસ સેશન્સમાં સૌથી સારી ફીલ્ડિંગ કરવા બદલ બીસીસીઆઈ તરફથી મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
નકવી આ વખતે ભારતની ટ્રોફી વગર પાછો ગયો
RAJIV SHUKLA and DEVAJIT SAKIA TOLD TEAM INDIA NOT TO TAKE ASIA CUP TROPHY 🚨🔥
— Jeet (@JeetN25) September 14, 2026
Rajiv Shukla and Devajit Sakia came to meet team after the final match ended and called up Harmanpreet Kaur , Smriti Mandhana and Coach Amol Mazmudar . They had a chat .
Look at last scene Team… pic.twitter.com/JfE9S0DybZ
ગયા વર્ષે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતે એશિયા કપ જીતી લીધો ત્યાર બાદ ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી. એ અપમાન સહન ન થતાં નકવીએ મેદાન પરથી ટ્રોફી ગાયબ કરાવી દીધી હતી. એ ટ્રોફી ભારતની મેન્સ ટીમને હજી પણ નથી મળી. જોકે રવિવારે ભારતીય મહિલા ટીમ એશિયા કપની જે ટ્રોફી જીતી ગઈ એ ટ્રોફી લીધા વગર નકવી ઘરભેગો થઈ ગયો હતો.
ફાઇનલ દરમ્યાન નકવી સાથે સૈકિયાની વાતચીત
રવિવારે દુબઈમાં ફાઇનલ દરમ્યાન રૉયલ બૉક્સમાં સૈકિયાની નકવી સાથેની વાતચીતના વિઝ્યુઅલ્સ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા છે. એ વિશે સૈકિયાએ સ્પષ્ટતા કરી છે કે ફાઇનલ દરમ્યાન અધિકારીઓ સાથેની ચર્ચા એ આ ટૂર્નામેન્ટને લગતા પ્રોટોકૉલનો જ એક હિસ્સો હતો અને એ વાતચીતને કોઈએ બીસીસીઆઈના ફાઇનલ પછીની સેરેમની વિશેના અભિગમથી વિરોધાભાસી ન ગણવી જોઈએ.
શેફાલી વર્માને મળ્યા બંને પુરસ્કાર
રવિવારે ભારતે શેફાલી વર્માના 68 રન અને સ્મૃતિ મંધાનાના 59 રનની મદદથી પાંચ વિકેટે 183 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20મી ઓવરના અંતિમ બૉલ પર 111 રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. સ્પિનર શ્રી ચરનીએ ચાર વિકેટ અને બીજી સ્પિનર દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. શેફાલી વર્માએ બૅટિંગમાં સર્વોત્તમ પર્ફોર્મ કરવા ઉપરાંત એક વિકેટ પણ લીધી હતી. શેફાલીને પ્લેયર ઑફ ધ ફાઈનલ અને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટના પુરસ્કાર આપવામાં આવ્યા હતા. શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપથ્થુ (36 રન)ની સૌથી મહત્વની વિકેટ દીપ્તિ શર્માએ મેળવી હતી. વિકેટકીપર રિચા ઘોષે તેનો કેચ ઝીલ્યો હતો.