Mon Oct 05 2026

Logo

અલખનો ઓટલો: `વન્દે શિવમ્‌‍ શંકરમ્'

2026-09-14 10:20:00
Author: Dr Niranjan Rajyaguru
અલખનો ઓટલો: `વન્દે શિવમ્‌‍ શંકરમ્'

 

- ડૉ. નિરંજન રાજ્યગુરુ

ભારતીય સનાતન હિન્દુધર્મમાં અસંખ્ય સાંપદાયિક ધારાઓ વહેતી આવી છે, જેમાં ત્રણ મુખ્ય પવાહો છે  શૈવ, શાક્ત અને વૈષ્ણવ.. એમાં યે સંન્યાસીઓમાં તો શંભુદળ અને રામદળ - જેની અનેક શાખા- પશાખાઓ વિસ્તરતી રહી છે. શૈવ ધર્મ સાથે સંકળાયેલા તમામ દશનામી વિરક્ત સાધુ સંન્યાસીઓ અને શિવમંદિરના પૂજારી ગૃહસ્થ અતીત સાધુ પરિવારો, કથાકારો, કલાકાર ભજનિકોને મહાદેવ શિવનું સ્વરૂપ, બાર જ્યોતિર્લિંગો, શૈવધર્મનો સામાન્ય પાથમિક ઈતિહાસ, એની શાખાઓ, સાધના ઉપાસના પદ્ધતિઓ, આદિ શંકરાચાર્યજીનો પરિચય, એમના દ્વારા સ્થાપિત મુખ્ય ચારપીઠ, વિવિધ મઠ, મઢી, અખાડાઓ, એની શાખા પરંપરાઓ, શૈવ સંપદાયના વિધિવિધાનો અને સમાધિ- ઉત્તરક્રિયા-શંખાઢોળ-ભંડારાની વિધિઓ સાથે બોલાતા મૂળ મંત્રો તથા સાહિત્યમાં અને લોકજીવનમાં ભગવાન શિવ... જેવા વૈવિધ્યસભર મુદ્દાઓ બાબતોની જાણકારી અવશ્ય હોવી જ જોઈએ. જુદાજુદા અનેક પુરાણગ્રંથો ઉપરાંત અપકાશિત હસ્તપતોમાં સચવાયેલી સામગ્રીની સાથે સનાતન ધર્મ કે શૈવસંપદાયને લગતા પકાશિત  અનેક  સંદર્ભ અભ્યાસ ગ્રંથોમાંથી આવી પમાણભૂત સાહિત્ય સામગ્રીનું સંકલન-આલેખન આ લેખકના પુસ્તક `વન્દે શિવમ્‌‍ શંકરમ્'માં કરવામાં આવ્યું છે.

કોઈ ભજે છે સગુણ-સાકાર સ્વરૂપને, તો કોઈ ઉપાસે છે નિરંજન નિરાકાર નિર્ગુણ જ્યોતિસ્વરૂપને. સમગ્ર બ્રહ્માંડના સર્જક-પાલક-પોષ્ાક અને સંહારક એવા બ્રહ્મતત્ત્વનો તાગ કોઈ નથી લઈ શક્યું તેથી જ તેને અનિર્વચનીય જેવા અનેક નકારાત્મક નામોથી ઓળખવામાં આવ્યું છે. 

જગતની સંપૂર્ણ જીવસૃષ્ટિના મૂળ ઉત્પન્નકર્તા તરીકે હિન્દુ તંત્રોમાં પરમચેતના, પરબ્રહ્મ કે પરશિવ નામે ઓળખાતા આ બ્રહ્મતત્ત્વને બૌદ્ઘતાંત્રિકો પજ્ઞા અને ઉપાય તરીકે ઓળખાવે છે. શિવ અને શક્તિ દ્વારા આદમ અને હવા દ્વારા સકળ સંસારનું સર્જન શક્ય બન્યું એને કોઈક ઓળખાવે છે પુરુષ્ા અને પકૃતિ તરીકે. જે ગુહ્ય યોગસાધનામાં સ્ત્રીપુરુષ્ાના સાયુજ્યની વાત કરે છે. 

આપણા હિન્દુ ધર્મની તત્ત્વચિંતન પણાલી પમાણે આદ્યદેવ આદ્યપુરુષ્ા- કલ્યાણકારી મહાદેવ સદાશિવ અને આદ્ય શક્તિ ભવાની ઉમૈયા દ્વારા સૃષ્ટિની સ્થાપના થઈ. ત્યારથી આજ સુધી અનેકવિધ સ્વરૂપે તેની પૂજા-ઉપાસના થતી આવી છે.

ભગવાન સદાશિવ એટલે આદિ પુરુષ, આદ્ય ગુરુ, અલખ, અવધૂત, મહાદેવ ભોળાનાથ શંભુ. સિદ્ધયોગી, ભૂતોના અધિપતિ કલ્યાણકારી દેવતા. મહાપંથ કે નાથપંથના મૂળ પુરુષ. ગણપતિ અને કાર્તિકેયના પિતા. ઉમૈયા-પાર્વતીના પતિ. સંગીત-નૃત્ય અને નાટયના આદિ દેવ નટરાજ શિવ. શિવજી એટલે સમન્વયના દેવતા. કેવું છે એનું સ્વરૂપ? નિરંજન નિરાકાર અને છતાં સગુણ-સાકાર. ભગવાન શિવ ભારતની સંસ્કૃતિ, ભારતીય ધર્મસાધના, ભારતીય માનવજીવનના વિરાટ સમન્વયના દેવતા. આદર્શ ગૃહસ્થ. ભગવતિ ઉમા સહિત શિવ કુટુંબ ભારતની સંયુક્ત કુટુંબ ભાવનાનું મૂર્તિ રૂપ. પતિવ્રતા ધર્મ અને સતીધર્મનો આદર્શ એટલે ઉમા-મહેશ્વરનું પ્રસન્ન દામ્પત્ય.

ભગવાન શિવ-શંભુ-મહાદેવ તે ભસ્માંક્તિ, વિચાર મગ્ન મુખવાળા, ચાર હાથ-ત્રણ નેત્ર - કપાળ પર ચંદ્રમા, જટામાં ગંગાજી, ગળામાં વિષ્ા અને સર્પોના આભૂષ્ાણો ધારણ કરેલા છે, તેને વ્યાઘ્રચર્મનુું આસન અને અને નંદિ એટલે કે પોઠિયો વાહન છે. તેનું સ્વરૂપ યોગીનું છે. 

પાર્વતી તેમના પત્ની છે. ગણેશ અને સ્કંદ-કાર્તીકેય પુત્ર છે વળી તે ભૂત અને ગણોના અધિપતિ તેમ જ ઉત્પત્તિ, રક્ષણ અને સંહાર કરનારા છે. આયુર્વેદ, યોગ વિદ્યા, વિજ્ઞાન શાસ્ત્ર, રસાયન શાસ્ત્ર, મંત્ર-તંત્ર શાસ્ત્ર, ધાતુવાદ વગેરેના અધિષ્ઠાતા દેવતા શિવ છે. ચારે વેદોમાં તેમની જ સ્તુતિ કરી છે. તેમના મુખ્ય બાર જ્યોતિર્લિંગ છે. દેવોના દેવ મહાદેવ તરીકે, આદિ દેવ તરીકે શિવ એટલે કલ્યાણકારી દેવતા તરીકે ભોળનાથ વિશ્વના આરંભકાળથી પૂજાતા રહ્યા છે. જટામાં ગંગાજીને ધારણ ર્ક્યાં હોવાથી ગંગાધર તરીકે, કપાળે ચન્દ્રબીજ ધારણ કરવાથી ચન્દ્રમૌલિશ્વ2, સોમનાથ કે સોમેશ્વ2ના નામથી પણ ઓળખાય છે.

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય, ભસ્માંગ રાગાય મહેશ્વરાય ;
નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નરાકાય નમ : શિવાય.

ભગવાન સદાશિવની કૃપા દૃષ્ટિ દેવો અને દાનવો ઉપર સરખી જ હોય. વેરાગી ને કઠોર તપસ્વી છતાં પ્રસન્ન દામ્પત્યના દેવતા. એને ચંદનનો લેપ થાય ને સ્મશાનની ભસ્મ પણ ચડે. સુગંધિત પૂષ્પ સાથે ધતુરા કે કરેણનાં ઝેરી ફૂલ. માથા ઉપર શીતળતા આપનારો ચન્દ્ર ને ગળામાં વિષધર સર્પ. જટામાં પતિત પાવની ગંગા તો કંઠમાં હલાહલ વિષ. એનું વાહન નંદી તો ઉમૈયાનું વાહન સિંહ, ગણપતિનું વાહન ઉંદર તો કાર્તિકેયનું મયુર. જેને ત્રણ નેત્ર, ત્રિશુળનું આયુધ, ત્રણ પાનનું બિલ્લીપત્ર ચડે.

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ત્રિયાયુધં  
ત્રિજન્મ પાપ સહારં એક બિલ્વં શિવાર્પણમ્‌‍
કર્પૂ2 ગૌરં કરુણાવતારં, સંસાર સારં ભુજગેન્દ્ર હારં
સદા વસન્તં હૃદયારવિન્દે, ભવં ભવાની સહિતં નમામ઼િ

મધ્યકાલીન સાહિત્યમાં શિવવિષ્ાયક જે 2ચનાઓ મળે છે તેમાં શિવસ્વરોદયશાસ્ત્ર, શિવગીતા, શિવરહસ્ય, શિવમહાત્મ્ય વગેરે ચિંતનાત્મક કે સાધનાત્મક કૃતિઓ ઉપરાંત શિવપુરાણ, શિવવિવાહ, શિવભીલડી સંવાદ, મૃગી આખ્યાન, ગૌરીચરિત્ર વગેરે કથાત્મક રચનાઓ પણ એટલી જ મહત્ત્વની છે. સંવાદ, આખ્યાન, ધોળ, આરતી, સ્તવન, ભજન, સ્તોત્ર, ધૂન વગેરે પકારોમાં ભગવાન સદાશિવને વિષ્ાય તરીકે સ્વીકારી સર્જન થયા ર્ક્યું છે.