Mon Sep 14 2026

Logo

'મારી સાથે સૂવું છે તો...': કાસ્ટિંગ ડાયરેક્ટરની શરત પર ખુશી મુખર્જીનો શું હતો જવાબ

2026-09-13 16:19:45
Author: Mumbai Samachar Team
'મારી સાથે સૂવું છે તો...': કાસ્ટિંગ ડાયરેક્ટરની શરત પર ખુશી મુખર્જીનો શું હતો જવાબ

Khushi Mukherjee


મુંબઈ: બોલીવુડની અભિનેત્રી ખુશી મુખર્જી પોતાના બોલ્ડ અંદાજ અને સ્પષ્ટ નિવેદનો માટે ખૂબ જ જાણીતી છે. આજે તે જે જગ્યાએ છે ત્યાં પહોંચવા માટે તેણે લોકોની ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. એક પોડકાસ્ટમાં ખુશી મુખર્જીએ કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારી વાતો જણાવી હતી અને તેણે કહ્યું હતું કે ઘણા સારા કાસ્ટિંગ ડાયરેકટર્સને ઈન્ડસ્ટ્રીથી ભગાડી દેવા જોઈએ. 

ખુશી મુખરજીએ આગળ કહ્યું હતું કે તેને ક્યારેય એવું નથી કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે છોકરીને એક મહિનાનો કોન્ટ્રેક્ટ સાઈન કરવો પડશે, પણ તેને એક મહિના સુધી સૂવું પડશે. એક્ટ્રેસે દાવો કર્યો હતો કે તેને પણ ઘણા રોલ આવતા જેમાં રોલના બદલે કોમ્પ્રોમાઇઝ કરવાની ઓફર આવતી હતી. 

કાસ્ટિંગ ડાયરેક્ટર્સને જડબાતોડ જવાબ આપતા ખુશીએ કહ્યું હતું કે હું તેમને કહું છું કે જો તમે મારી સાથે સૂવા ઈચ્છો છો તો એક કામ કરો. એક ડમી પર્સનને લઇ આવો. મારી ફોટોકોપી કાઢો અને તે છોકરીના ચહેરા પર લગાવી દો અને વિચારો કે તે ખુશી છે. 

Khushi Mukherjee (The Fame podcast)

ખુશીએ કાસ્ટિંગ ડાયરેકટર્સ પર ભડકતા કહ્યું આજકાલ ઇન્ડસ્ટ્રીમાં અમુક અવિનયી કાસ્ટિંગ ડાયરેક્ટરો જે કહે છે કે આમની સાથે કોમ્પ્રોમાઇઝ થશે જ, અમારી સાથે પણ આ બધું કરવું પડશે. હું તેમની માગ સાંભળીને દુઃખી છું. શું એક છોકરી કોઈ રોટેટિંગ ઓબ્જેક્ટ છે, જે અહીંથી ત્યાં દરેક જગ્યાએ 'કોમ્પ્રોમાઇઝ' કરાવવામાં આવશે. 

ખુશી એવા કાસ્ટિંગ ડાયરેક્ટર પર ગુસ્સે થઈ છે અને તેનું કહેવું છે કે આ લોકો નકામા અચે. જે રસ્તાઓથી ઉઠીને સ્ટાર બન્યા છે. એટલા માટે જ આવા અનૈતિક કામો કરવા લાગે છે. આવા કાસ્ટિંગ ડાયરેક્ટરો એક્ટરોને નીચું બતાવે છે. તેઓ કેવી રીતે આમ કોઈને સૂવાનું કહી શકે છે. આ મોરલ પોલિસી વિરુદ્ધ છે, જે એકદમ ખોટું છે.