અમદાવાદઃ હવામાન વિભાગે અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારે 6 થી 10 કલાક સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદના વટવામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.
ઝોન વાઈઝ વરસાદી આંકડા
* ઈસ્ટ ઝોનઃ ચકુડીયા 0.50 એમએમ, ઓઢવ 25 એમએમ, વિરાટનગર 18.50 એમએમ, નિકોલ 12.50 એમએમ, રામોલ 42.50 એમએમ, કઠવાડામાં 15.50 એમએમ, વસ્ત્રાલ 38.50 એમએમ, ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન 27 એમએમ
* વેસ્ટ ઝોનઃ ટાગોર કંટ્રોલ 10 એમએમ, ઉસ્માનપુરા 6.50 એમએમ, ચાંદખેડા 2 એમએમ, વાસણા 16 એમએમ, રાણીપ 2.50 એમએમ, નવરંગપુરા 7 એમએમ, મોટેરા 3 એમએમ
* નોર્થ વેસ્ટ ઝોનઃ બોડકદેવ 7 એમએમ, સાયન્સ સિટી 3 એમએમ, ગોતા 1.50 એમએમ, ચાંદલોડિયા 3 એમએમ, થલતેજ 5 એમએમ, ઓગણજ 1 એમએમ, મેમનગર 5 એમએમ
* સાઉથ વેસ્ટ ઝોનઃ સરખેજ 13 એમએમ, જોધપુર 10 એમએમ, જોધપુર ઝોનલ 9.50 એમએમ, બોપલ 9 એમએમ, મકતમપુરા 1 એમએમ
* સેન્ટ્રલ ઝોનઃ દૂધેશ્વર 55 એમએમ, કાલુપુર 11 એમએમ, અસારવા 11 એમએમ
* નોર્થ ઝોનઃ મેમ્કો 8.50 એમએમ, નરોડા 8.50 એમએમ, સરદારનગર 5 એમએમ, હંસપુરા 8.50 એમએમ,
સાઉથ ઝોનઃ મણિનગર 28 એમએમ, વટવા 70 એમએમ, ઈન્દ્રપુરી 26 એમએમ, લાંભા 54.50 એમએમ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ હોવા છતાં સરખેજ અર્બન હેલ્થ, બાકરોલ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોતરપુર વિસ્તારમાં વરસાદ નોંધાયો નહોતો.