Sat Oct 10 2026

Logo

iPhone Duoની કિંમતે ઉડાવ્યા હોશ! ભારત નહીં આ દેશોમાં મળશે સસ્તા ભાવમાં.... જાણી લેશો તો ફાયદામાં રહેશો...

2026-09-11 22:28:31
Author: Darshana Visaria
iPhone Duoની કિંમતે ઉડાવ્યા હોશ! ભારત નહીં આ દેશોમાં મળશે સસ્તા ભાવમાં.... જાણી લેશો તો ફાયદામાં રહેશો...

Apple


ટેક જાયન્ટ એપલે વૈશ્વિક બજારમાં પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo' ઓફિશિયલી લોન્ચ કરી દીધો છે. પ્રીમિયમ ફોલ્ડેબલ ડિસ્પ્લે અને એડવાન્સ ફીચર્સથી સજ્જ આ ફોને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ સાથે જ તેની આસમાને પહોંચેલી કિંમતોએ યુઝર્સને ચોંકાવી દીધા છે.

ભારતમાં આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત લગભગ રૂપિયા ત્રણ લાખ રાખવામાં આવી છે, અને આ સાથે જ આ ફોન એ દેશનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોલ્ડેબલ ફોન બની ગયો છે. જોકે, દુબઈ અને હોંગકોંગ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની સરખામણીએ આ ફોન ઘણો સસ્તો મળી રહ્યો છે.

ભારતમાં iPhone Duoની વેરિઅન્ટ મુજબ કિંમત:
ભારતીય બજારમાં ભારે ઈમ્પોર્ટ ડ્યુટી અને ટેક્સના કારણે તમામ મોડેલ્સના ભાવ ખૂબ હાઈ છે-
256GB સ્ટોરેજ (બેઝ મોડેલ): રૂપિયા 2,99,000 
512GB સ્ટોરેજ: રૂપિયા 3,24,900 
1TB સ્ટોરેજ: રૂપિયા 3,24, 900
2TB સ્ટોરેજ (ટોપ મોડેલ): રૂપિયા 4,49,900

દુબઈમાં ભારત કરતાં સસ્તો:
સંયુક્ત આરબ અમીરાત (UAE/દુબઈ)માં iPhone Duo ના 256GB વેરિઅન્ટની કિંમત AED 8,499 રાખવામાં આવી છે, જે ભારતીય ચલણમાં આશરે રૂપિયા 2.20 લાખ જેટલી થાય છે. ભારતના રૂપિયા 2.99 લાખની સામે દુબઈમાં આ ફોન સીધો રૂપિયા 80,000 જેટલો સસ્તો પડે છે. યુએઈમાં માત્ર પાંચ ટકા વેટ (VAT) અને ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટી હોવાથી કિંમતમાં આટલો મોટો તફાવત જોવા મળે છે.

જો કોઈ વ્યક્તિ ભારતથી દુબઈની રિટર્ન ફ્લાઈટ ટિકિટ (આશરે રૂપિયા 20થી 25 હજાર) કરાવીને ફોન ખરીદવા જાય તો પણ કુલ ખર્ચ આશરે રૂપિયા 2.45 લાખ જ થાય છે, જેથી ફોન ખરીદવાની સાથે દુબઈ ફરવાનો ખર્ચ પણ બચી જાય છે.

વિશ્વના અન્ય દેશોમાં iPhone Duo (256GB)ના ભાવ:
હોંગકોંગ (Hong Kong): HKD 17, 499(આશરે રૂપિયા 2,12 લાખ) - ટેક્સ ફ્રી અને લો-ડ્યુટી માર્કેટ હોવાથી અહીં વિશ્વના સૌથી સસ્તા ભાવમાં ઉપલબ્ધ છે.
કેનેડા (Canada): CAD 2,999 (આશરે રૂપિયા 2.06 લાખ) - આ બેઝ પ્રાઈસ છે, પરંતુ સ્થાનિક પ્રોવિન્શિયલ સેલ્સ ટેક્સ અને GST લાગ્યા બાદ ફાઈનલ બિલિંગ વધે છે.
સિંગાપોર (Singapore): SGD 3,099 (આશરે રૂપિયા 2.33 લાખ) - ભારત કરતાં સસ્તો પણ દુબઈ-હોંગકોંગ કરતાં થોડો મોંઘો.
જર્મની (Germany): EUR 2,299 (આશરે રૂપિયા 2.54 લાખ) - યુરોપિયન યુનિયનમાં ટેક્સના કારણે મોંઘો અને ભારત પછી સૌથી ઊંચી કિંમત ધરાવતો દેશ.