Sun May 10 2026

Logo

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, નવા છ મંત્રીઓએ શપથ લીધા

2026-05-10 17:36:00
Author: Chandrakant Kanoja
Article Image

લખનઉ: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં આજે છ નવા મંત્રીઓએ શપથ લીધા છે. રવિવારે શપથ લેનારા મંત્રીઓમાં મનોજકુમાર પાંડે અને ભૂપેન્દ્ર સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા મંત્રીઓની શપથવિધી સાથે યોગી મંત્રીમંડળમાં 60 મંત્રીઓ થયા છે.

ભૂપેન્દ્ર સિંહ ચૌધરી અને મનોજ પાંડે કેબિનેટ મંત્રી બન્યા

ઉત્તર પ્રદેશમાં 6 નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ લખનઉના જન ભવનમાં યોજાયો હતો. આ સમારોહમાં ભૂપેન્દ્ર સિંહ ચૌધરી અને મનોજ પાંડે કેબિનેટ મંત્રી બન્યા. જયારે અજિત સિંહ પાલ અને સોમેન્દ્ર તોમર સ્વતંત્ર હવાલો સાથે રાજ્યમંત્રી બન્યા છે. આ ઉપરાંત, કૃષ્ણા પાસવાન, હંસરાજ વિશ્વકર્માએ પણ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

રાજ્યપાલ આનંદી બેન પટેલે શપથ લેવડાવ્યા

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલે બંને ધારાસભ્યોને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. જ્યારે અજિત પાલ, સોમેન્દ્ર તોમરે સ્વતંત્ર હવાલો સાથે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. અત્યાર સુધી આ બંને યોગી કેબિનેટમાં રાજ્યમંત્રી હતા. આ બંને મંત્રીઓને યોગી મંત્રીમંડળમાં પ્રમોટ કરવામાં આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિસ્તરણ 

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની 403 વિધાનસભામાં વધુમાં વધુ 60 મંત્રીઓ બનાવી શકાય છે. તેમજ આ વિસ્તરણ આગામી વર્ષ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.  આ પૂર્વે પાડોશી રાજ્ય ઉત્તરાખંડમાં  કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું હતું.  ઉત્તરાખંડમાં પણ વર્ષ  2027માં ચૂંટણીઓ યોજાવાની છે. પાંચ મંત્રીઓની નિમણૂક સાથે, ઉત્તરાખંડ સરકારે હવે 12  મંત્રીઓનો સંપૂર્ણ ક્વોટા પ્રાપ્ત કરી લીધો છે અને ઉત્તર પ્રદેશે છ વધુ મંત્રીઓ પણ ઉમેર્યા છે, જેનાથી મંત્રીમંડળની સંખ્યા 60  થઈ ગઈ છે.