લખનઉઃ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના કેબિનેટનું આજે વિસ્તરણ થયું છે. આજે બીજી વખત કેબિનેટનું વિસ્તરણ થયું છે. નવા કેબિનેટની વાત કરવામાં આવે તો, 2 કેબિનેટ અને 4 રાજ્ય પ્રધાન અને 2 રાજ્યમંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે તેમનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. રાજભવન ખાતે પહેલા તો ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ શપથ લીધા હતા. આ કેબિનેટમાં બે પક્ષપટલું નેતાઓને પણ મંત્રીપદ આપવામાં આવ્યું છે.
રાજભવન ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો
સપામાંથી બળવો કરીને ભાડપમાં આવેલા ધારાસભ્ય મનોજ પાંડેએ પણ આજે શપથ લીધા છે. આ બંને ધારાસભ્યોને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. આ સાથે સાથે અજીત પાલ અને સોમેન્દ્ર તોમરે પણ આજે મંત્ર પદના શપથ લીધા છે. આ બંને ધારાસભ્યો પહેલી યોગી સરકારમાં રાજ્યપ્રધાન હતા તેમને સ્વતંત્ર પ્રભારી બનાવામાં આવ્યાં છે. વધારે વિગતે જોઈએ તો, કૃષ્ણા પાસવાન, કૈલાશ રાજપૂત, સુરેન્દ્ર દિલેર અને હંસરાજ વિશ્વકર્માને રાજ્યમંત્રી પદના શપથ લીધા છે.
યોગીના નવા કેબિનેટમાં 2 દલિત વર્ગના નેતા સામેલ
આમાંથી મોટાભાગના નેતાઓ ભગવામાં જોવા મળ્યાં હતા. એકના ગળામાં રાધે-રાધેનો પટકો જોવા મળ્યો તો કોઈ સંપૂર્ણ ભગવા વસ્ત્રોમાં જોવા મળ્યાં હતાં. યોગીની સેનામાં કુલ 60 પ્રધાનો છે. જેમાં 23 કેબિનેટ પ્રધાનો, 16 રાજ્યપ્રધાન (સ્વતંત્ર પ્રભાર) અને 21 રાજ્યપ્રધાન સામેલ છે. યોગી સરકારમાં મંત્રીમંડળનું આ પહેલા 2024માં 5 માર્ચે વિસ્તરણ થયું હતું. તે પછી આજે બીજી વખત વિસ્તરણ થયું છે. જાતિસ સમીકરણની વાત કરવામાં આવે તો, નવા બનનારા પ્રધાનોમાં 1 બ્રાહ્મણ, 3 ઓબીસી અને 2 દલિત વર્ગના પ્રધાનો સામેલ થયાં છે. ભૂપેન્દ્ર ચૌધરીને પીડબ્લ્યુડી વિભાગની જવાબદારી આપવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.