અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ચૂંટણીપંચની ગણતરી મોડી રાત સુધી ચાલી હતીશહેરમાં સરેરાશ 51.81 ટકા મતદાન નોંધાયું હતું.. અમદાવાદના ગોમતીપુરમાં સૌથી વધુ 70.43 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે નવરંગપુરામાં 41.31 ટકા મતદાન નોંધાયું હતું.
કયા વોર્ડમાં કેટલું મતદાન નોંધાયું
ગોતમાં 44.89 ટકા, ચાંદલોડીયામાં 44.75, ચાંદખેડામાં 47.97 ટકા, સાબરમતીમાં 50.37 ટકા, રાણીપમાં 46.2 ટકા, નવા વાડજમાં 46.22 ટકા, ઘાટલોડિયામાં 49.78 ટકા, થલતેજમાં 46.65 ટકા, નારણપુરામાં 46.35 ટકા, સરદાર પટેલ સ્ટેડિયમમાં 43.68 ટકા, સરદારનગરમાં 43.47 ટકા, નરોડામાં 42.45 ટકા, સૈજપુરબોઘામાં 48.01 ટકા, કુબેરનગરમાં 50.3 ટકા, અસારવામાં 54.09 ટકા, શાહીબાગમાં 50.03 ટકા, શાહપુરમાં 62.07 ટકા, નવરંગપુરામાં 41.31 ટકા,બોડકદેવમાં 45.5 ટકા, દરિયાપુરમાં 66.17 ટકા મતદાન નોંધાયું હતું.
મુખ્ય પ્રધાન, ભાજપ પ્રમુખે કરેલા રોડ શોના વિસ્તારમાં કેટલું મતદાન નોંધાયું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાના દિવસે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે ઈન્ડિયાકોલોનીથી નિકોલ ખોડીયાર મંદિર સુધી રોડ શો કર્યો હતો. રોડ શોના રૂટમાં આવતા વોર્ડ ઈન્ડિયા કોલોનીમાં 53.35 ટકા, ઠક્કરબાપાનગરમાં 41.42 ટકા, નિકોલમાં 44.24 ટકા, વિરાટનગરમાં 55.13 ટકા, બાપુનગરમાં 56.09 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સરસપુરમાં 59.77 ટકા, ખાડીયામાં 63.61 ટકા, જમાલપુરમાં 63.33 ટકા,પાલડીમાં 48.04 ટકા, વાસણામાં 48.25 ટકા, વેજલપુરમાં 48.07 ટકા, સરખેજમાં 54.09 ટકા, મક્તમપુરામાં 65.09 ટકા, બહેરામપુરામાં 67.94 ટકા, દાણીલીમડામાં 65.05 ટકા, મણિનગરમાં 50.69 ટકા મતદાન નોંધાયું હતું.
ગોમતીપુરમાં શહેરનું સૌથી વધુ 70.43 ટકા મતદાન નોંધાયું હતું. અમરાઈવાડીમાં 55.13 ટકા, ઓઢવામાં 55.55 ટકા,વસ્ત્રાલમાં 44.4 ટકા, ભાઈપુરા હાટકેશ્વરમાં 46.7 ટકા, ખોખરામાં 53.21 ટકા, ઈસનપુરમાં 49.03 ટકા, લાંભામાં 61.35 ટકા, વટવામાં 56.82 ટકા, રામોલ-હાથીજણમાં 52.1 ટકા મતદાન નોંધાયું હતું.