Sat Sep 12 2026

Logo

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવને કઈ હતી ગંભીર બીમારી? જાણો કેમ માનવામાં આવે છે જીવલેણ

2026-05-13 17:23:36
Author: Mayur Patel
અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવને કઈ હતી ગંભીર બીમારી? જાણો કેમ માનવામાં આવે છે જીવલેણ

લખનઊઃ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું આજે નિધન થયું હતું. તેમને ફેફસાની ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું છે. આજે સવારે તેમની તબિયત ખરાબ થયા બાદ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રતીક યાદવને કઈ હતી બીમારી

મળતી વિગત પ્રમાણે, પ્રતીક યાદવને ફેફસાંની ગંભીર બીમારી હતી. થોડા સમય પહેલા લખનઊની ખાનગી હૉસ્પિટલમાં ગંભીર હાલતમાં તેમને દાખલ કરવાાં આવ્યા હતા. પ્રતીક પલ્મોનરી એમ્બોલિઝમ નામની એક જીવલેણ બીમારીની ઝપેટમાં આવ્યા હતા.

શું થાય છે આ બીમારીમાં

આ બીમારીમાં ફેફસાંને નુકસાન થાય છે અને ખૂબ ખતરનાક માનવામાં આવે છે.  લોહીની ગાંઠ  ફેફસાંની રક્તવાહિનીઓમાં ફસાઈ જાય છે. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ગંભીર રીતે ખોરવાય છે. પલ્મોનરી એમબોલિઝમ એક જીવલેણ તબીબી સ્થિતિ તરીકે ઓળખાય છે. આ રોગના ઘણા ગંભીર અને ચિંતાજનક લક્ષણો હોય છે.

જોકે, પ્રતીક યાદવ પોતાની જરૂરી સારવાર પૂરી થાય તે પહેલાં જ હોસ્પિટલથી ઘરે જતા રહ્યા હતા. તેઓ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા હતા. પલ્મોનરી એમ્બોલિઝમ એ એક ગંભીર તબીબી કટોકટી છે, જેમાં તાત્કાલિક અને નિષ્ણાત તબીબી સહાયની જરૂર હોય છે.

સૂત્રોના કહેવા પ્રમાણે તેમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈપરટેન્શન જેવી સમસ્યાઓ હતી. થોડા દિવસો પહેલા જ, પલ્મોનરી એમ્બોલિઝમ થયા બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. આ એવી સ્થિતિ છે જેમાં લોહીની ગાંઠ ધમનીઓમાં પહોંચીને ત્યાં ફસાઈ જાય છે. તેમના ફેફસાંમાં અવરોધ આવવાને કારણે, તેમના હૃદયની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડી હતી.