Thu Sep 17 2026

Logo

વાશિમમાં રોડ રૅજની ઘટના: ટોળાએ કરેલા હુમલામાં પાંચ ઘાયલ, એકની હાલત નાજુક

2026-06-05 19:18:41
Author: Yogesh D. Patel
વાશિમમાં રોડ રૅજની ઘટના: ટોળાએ કરેલા હુમલામાં પાંચ ઘાયલ, એકની હાલત નાજુક

મુંબઈ: વાશિમ જિલ્રલામાં રોડ રૅજની ઘટનામાં 10થી 12 લોકોના ટોળાએ લોખંડના સળિયા તથા શસ્ત્રોથી કરેલા હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક જણની હાલત નાજુક હોવાનું પોલીસ અધિકારીે જણાવ્યું હતું.
બે દિવસ અગાઉ ભીડભાડવાળા માર્ગ પર એક વાહન બીજા વાહનને ઘસાયા બાદ થયેલા ઝઘડાને પગલે આ ઘટના બની હતી, એમ વાશિમ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.

ઝઘડો ટૂંક સમયમાં હિંસામાં પરિણમ્યો હતો અને વાહનમાં હાજર લોકો પર ટોળાએ સળિયા તથા શસ્ત્રોથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા લોકોમાં પ્રવીણ રાઉત, રાજેશ રાઉત, પ્રતીક રાઉત, અંકુશ સોનટક્કે અને મહિલાનો સમાવેશ હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોઇ એકની હાલત નાજુક છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં નાગરિકોની નજર સામે ટોળું વાહનમાં હાજર લોકો પર હુમલો કરતું નજરે પડે છે. આ ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને હુમલામાં સામેલ આરોપીઓની શોધ આદરી હતી. પોલીસે એક જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)