Fri Sep 04 2026

Logo

Viral Video: પતિએ પત્નીને ધક્કો મારી ગળું કાપ્યું અને ઉપર કાર ચઢાવી દીધી

2026-03-27 13:51:00
Author: Mayur Patel
Viral Video: પતિએ પત્નીને ધક્કો મારી ગળું કાપ્યું અને ઉપર કાર ચઢાવી દીધી

નવી દિલ્હીઃ કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો હતો. 28 વર્ષીય મહિલાની તેના પતિએ જ રોડ પર ગળું કાપીને હત્યા કરી હતી. મૃતક મહિલા મહારાષ્ટ્રની રહેવાસી હતી. ઘટના સમયે ત્યાં હાજર લોકોએ મોબાઈલમાં વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં પતિ મહિલાની જાહેરમાં નિર્દયતાથી હત્યા કરતો જોવા મળે છે.

શું છે સમગ્ર ઘટના
કલબુર્ગી જિલ્લામાં આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, અક્ષય તેની પત્ની સાથે  ગાણગાપુર જઈ રહ્યો હતો. બંને મારુતિ સુઝુકી અર્ટિગા કારમાં હતા. સવારે લગભગ 11 વાગ્યે રસ્તામાં બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ અક્ષયે પત્નીને ગાડીમાંથી બહાર ધક્કો મારી દીધો હતો. ત્યારપછી અક્ષય અધવચ્ચે રસ્તા પર તેના વાળ પકડીને તેને મારવા લાગ્યો હતો. પછી તે પત્નીને કારમાં બેસાડીને ખેતર તરફ લઈ ગયો. ત્યાં પત્નીને જમીન પર સૂવડાવીને તેના પર ગાડી ચઢાવી દીધી. સહેલીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

સ્થાનિક લોકો દ્વારા મોબાઈલથી બનાવવામાં આવેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મહિલાની ચીસો સાંભળી શકાય છે, જેના પરથી ઘટનાની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.  પત્નીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે અફઝલપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને ટૂંક સમયમાં ધરપકડ કરવાનો દાવો કરી રહી છે.