Mon May 04 2026

Logo

વિજય તમિલનાડુમાં સત્તા કબજે કરનારી પાંચમી ફિલ્મ સેલિબ્રિટી, બાકીના ચાર કોણ ?

2026-05-04 14:57:00
Author: Savan Zalariya
Article Image

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ન પરિણામો જાહેર થઇ રહ્યા છે, ફિલ્મ સ્ટાર વિજયની આગેવાની હેઠળની બે વર્ષ પહેલા બનેલી પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) એકલા હાથે રાજ્યમાં સરકાર બનાવવ જઈ રહી છે, વિજય તમિલનાડુના મુખ્ય પ્રધાનનું પદ સાંભળી શકે છે. વિજય તમિલનાડુના પાંચમા એવા મુખ્ય પ્રધાન હશે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય. 

એમજી રામચંદ્રન, જાનકી રામચંદ્રન, એમ કરુણાનિધિ અને જયલલિતાનો એવા નામો છે, જેમણે ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને આગળ જતાં રાજકારણમાં સફળતા મળેવી અને તમિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા.

એમજી રામચંદ્રન:
એમજી રામચંદ્રન તરીકે ઓળખતા મરુદુર ગોપાલન રામચંદ્રનનો જન્મ 17 જાન્યુઆરી, 1917ના રોજ થયો હતો. તેમને એમજીઆર તરીકે પણ ઓળખવામાં આવે છે. રામચંદ્રને વર્ષ 1936 માં તેમની ફિલ્મોમાં અભિનેતા તરીકે પદાર્પણ કર્યું, તેમણે કારકિર્દી દરમિયાન એનેક રોમેન્ટિક અને એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો.  

એમજીઆર 1953 સુધી કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા, ત્યારબાદ તેઓ સ્થાનિક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ(DMK) સાથે જોડાયા. એમજીઆરે દ્રવિડ ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો. 1962માં  એમજીઆર તમિલનાડુ વિધાન પરિષદના સભ્ય બન્યા, 1967 માં 50 વર્ષની ઉંમરે પ્રથમ વખત તમિલનાડુ વિધાનસભામાં ચૂંટાયા.

1972માં  એમજીઆરએ DMKથી અલગ થઇને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIDMK) રચના કરી, ચૂંટણી જીતીને એમજીઆર જૂન 1977 થી ફેબ્રુઆરી 1980 સુધી રાજ્યના મુખ્ય પ્રધાન પદ પર રહ્યા. ત્યારબાદ તેઓ જૂન 1980  બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા અને નવેમ્બર 1984 સુધી પદ પર રહ્યા. તેઓ ફેબ્રુઆરી 1985 માં ત્રીજી વખત મુખ્ય પ્રધાન બન્યા અને તેમના મૃત્યુ સુધી આ પદ પર રહ્યા. 24 ડિસેમ્બર, 1989ના રોજ ચેન્નઈમાં તેમનું અવસાન થયું.

 

જાનકી રામચંદ્રન:
જાનકી રામચંદ્રન તમિલનાડુના મુખ્ય પ્રધાન પદ સંભાળનારા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બીજા વ્યક્તિ હતાં. જાનકી રામચંદ્રનનો જન્મ 30 નવેમ્બર, 1923 ના રોજ થયો હતો, તેમણે અભિનેત્રી તરીકે 25 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમણે એમજી રામચંદ્રન સાથે બીજા લગ્ન કર્યા હતાં. એમજીઆર અને જાનકી રામચંદ્રને પણ ઘણી ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો. 

એમજીઆરના સમર્થનથી જાનકી પણ રાજકારણમાં પ્રવેશ્યા હતાં. એનજીઆરના મૃત્યુ પછી, જાનકી તમિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા. તેમણે 7 જાન્યુઆરી, 1988 ના રોજ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું પણ 30 જાન્યુઆરી, 1988 ના રોજ પદ પરથી રાજીનામું આપી દીધું. જાનકી રામચંદ્રન તમિલનાડુના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન હતા, તેમનો કાર્યકાળ ફક્ત 23 દિવસ ચાલ્યો. 19 મે, 1996 ના રોજ તેમનું અવસાન થયું.

એમ. કરુણાનિધિ:
તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં એમ. કરુણાનિધિ એક દિગ્ગજ નામ રહેશે. તેમનો જન્મ 3 જૂન, 1924 ના રોજ થયો હતો. કરુણાનિધિએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, તેઓ એક ઉમદા લેખક તરીકે પણ જાણીતા હતાં. કારકિર્દીમાં  કરુણાનિધિએ કમર્શિયલ નાટકો માટે સ્ક્રિપ્ટો લખી હતી. તેમણે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ક્રીન પ્લે રાઈટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ તેમના વકતૃત્વ કૌશલ્યને કારણે ઝડપથી લોકપ્રિય બન્યા. 

ડીએમકેના સ્થાપક સી.એન. અન્નાદુરાઈના મૃત્યુ બાદ કરુણાનિધિ પાર્ટીના આગેવાન બન્યા અને પાંચ વખત (1969-71, 1971-76, 1989-91, 1996-2001 અને 2006-211) તમિલનાડુના મુખ્ય પ્રધાન પદ પર રહ્યા.  

7 ઓગસ્ટ, 2018 ના રોજ 94 વર્ષની વયે કરુણાનિધિનું અવસાન થયું.

જયલલિતા:
જયલલિતા તમિલનાડુ કદાચ તામિલનાડુના ઈતિહાસમાં સૌથી લોકપ્રિય મુખ્ય પ્રધાન હતાં. જયલલિતાએ અભિનેત્રી તરીકે ફિલ્મ ઉદ્યોગમાં પણ કારકિર્દીની શરૂઆત કરી હતી. જયલલિતાનો જન્મ 24 ફેબ્રુઆરી, 1948 ના રોજ થયો હતો,  તેમણે બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું. 15 વર્ષની ઉંમરે, તેમણે કન્નડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું. તેમની પહેલી કન્નડ ફિલ્મ, "ચિન્નાડા ગોમ્બે", 1964 માં રિલીઝ થઈ. ત્યારબાદ જયલલિતા તમિલ ફિલ્મોમાં સ્કર્ટ પહેરીને પાત્ર ભજવનાર પ્રથમ અભિનેત્રી બન્યા. તેમણે લગભગ 300 ફિલ્મોમાં  અભિનય કર્યો. તમિલ ઉપરાંત, તેમણે તેલુગુ, કન્નડ, અંગ્રેજી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમણે એમજી રામચંદ્રન સાથે ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

1982 માં જયલલિતા AIADMK ના સભ્ય બન્યા. જયલલિતાએ 24 જૂન, 1991 થી 12 મે, 1996 સુધી તમિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા, તેઓ રાજ્યના સૌથી યુવા મુખ્ય પ્રધાન બન્યા. ત્યારબાદ તેમણે મે 2001 થી સપ્ટેમ્બર 2001, માર્ચ 2002 થી મે 2006, મે 2011 થી સપ્ટેમ્બર 2014, મે 23, 2015 થી મે 22, 2016 અને 23 મે, 2016 થી 5 ડિસેમ્બર, 2016 ના રોજ તેમના મૃત્યુ સુધી મુખ્ય પ્રધાન પદ પર રહ્યા.