કારાકાસ: વેનેઝુએલામાં 25 જૂનના રોજ આવેલા ભૂકંપ બાદ સતત આફટરશોક આવી રહ્યા છે. આ દરમિયાન વેનેઝુએલાની રાજધાની કારાકાસ અને મારાકેમાં 4.9 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે, તેમાં કોઇ જાનહાનિની માહિતી નથી મળી.
અત્યાર સુધીમાં 1,430 લોકોના મોતની પુષ્ટિ
વેનેઝુએલામાં 25 જૂને આવેલા બે ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે. જેમાં અત્યાર સુધીમાં 1,430 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જોકે વાસ્તવિક મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પરિવારોએ 68,900 લોકો ગુમ થયાની જાણ કરી છે. તેમજ કાટમાળમાંથી હજુ પણ મૃતદેહો મળી રહ્યા છે.
આ ભૂકંપમાં 3,360 થી વધુ લોકો ઘાયલ થયા
આ ઉપરાંત મળતી માહિતી મુજબ વેનેઝુએલાના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંના એક લા ગુએરામાં લોકો તેમના પરિજનોને શોધી રહ્યા છે. આ ભૂકંપમાં 3,360 થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે શનિવાર સુધીમાં લગભગ 250 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા.
1,000 અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન
વેનેઝુએલામાં આવેલા ભૂકંપના રાજધાની કારાકાસમાં સેંકડો ઇમારતો હોસ્પિટલો અને શોપિંગ સેન્ટરો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે. તેમજ 1,000 અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે. કારાકાસની ઉત્તરે આવેલા લા ગુએરા મુખ્ય બંદર અને સિમોન બોલિવર આંતરરાષ્ટ્રીય વિમાનમથક આવેલું છે. અત્યાર સુધીમાં લા ગુએરામાં કાટમાળમાંથી 243 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.