Fri Jun 19 2026

Logo

અમેરિકા ઈરાન શાંતિ સમજૂતીથી પેટ્રોલ ડીઝલ સહિત અનેક વસ્તુઓના ભાવ ઘટશે

2026-06-19 16:52:02
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીથી વિશ્વના અનેક દેશોને રાહત થવાની છે. જેમાં સમજૂતી બાદ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ રીતે ખુલશે. જેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં તો ઘટાડો થશે જ સાથે અન્ય વસ્તુઓ પણ સસ્તી થશે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પણ જોવા મળશે. જેમાં એલપીજી, ખાદ્યપદાર્થો,કપડાની ભાવમાં ઘટાડો થશે. તેમજ લોનની ઈએમઆઈ પણ ઘટી શકે છે.  

 107 દિવસના યુદ્ધ બાદ શાંતિ મંત્રણા

અમેરિકા અને ઈરાન આજે સ્વિટ્ઝર્લૅન્ડમાં 107 દિવસના યુદ્ધ બાદ  શાંતિ મંત્રણા કરશે. આ અંગેના અહેવાલો અનુસાર બંને પક્ષો કરારને અમલમાં મૂકવા અને આગળની રણનીતિ પર ચર્ચા કરશે. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરાર સમગ્ર વિશ્વ માટે એક સારા સમાચાર છે.

ભારત માટે મોટી આર્થિક રાહત 

આ કરાર આજથી એટલે કે 19  જૂનથી અમલમાં આવવા જઈ રહ્યો છે. જે ભારત માટે મોટી આર્થિક રાહત પણ લાવશે. આ કરારને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલથી લઈને એલપીજી અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.

શાંતિ કરાર બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ અને ગેસનું પરિવહન સામાન્ય

ઉલ્લેખનીય છે કે, ભારત વૈશ્વિક ઉર્જા પુરવઠા માર્ગો પર ખૂબ નિર્ભર છે કારણ કે તે તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો લગભગ 85  ટકા આયાત કરે છે. આ શાંતિ કરાર બાદ  હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ અને ગેસનું  પરિવહન સામાન્ય બનશે. જેના લીધે પુરવઠો વધતાં  પેટ્રોલ, ડીઝલ અને એલપીજી) ના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે. તેની સાથે જોડાયેલી 
અન્ય ચીજ વસ્તુઓ અને પ્રોડક્ટની કિંમતમાં પણ ઘટડો થશે.

ખાધ ચીજવસ્તુઓના  ભાવ પણ ઘટશે

જેમાં ડીઝલના ભાવ ઘટતા માત્ર ટ્રાન્સપોર્ટ જ નહિ ખેતી, કોલ્ડ સ્ટોરેજ અને લોજિસ્ટિકના ભાવમાં ઘટાડો થશે. તેમજ આ બધાના લીધે  ખાધ ચીજવસ્તુઓના  ભાવ પણ ઘટશે. જ્યારે પેટ્રોલના ભાવ ઘટતા પેટ્રોલિયમ આધારિત વસ્તુઓ કોલ્ડ ક્રીમ, બોડી લોશન, લીપસ્ટિક, કાજલની કિંમતમાં પણ ઘટાડો થઇ શકે છે.  તેમજ બુટ અને ચપ્પલની કિંમત ઘટી શકે છે. કપડા અને ઘરની સજાવટનો સામાન સસ્તો થઇ શકે છે. જ્યારે સ્પોર્ટ્સ વિયર, રેડિમેઇડ કપડા, પડદા અને કાર્પેટ જેવી વસ્તુઓ પણ સસ્તી થઇ શકે છે. 

હવાઈ મુસાફરીના ભાવ પણ ઘટશે 

આ ઉપરાંત રોજબરોજના ઉપયોગમાં આવતા સાબુ, ડિટર્રજન્ટ પણ સસ્તા થઇ શકે છે. હવાઈ મુસાફરીના ભાવ પણ ઘટી શકે છે. મેડિકલ  ઉત્પાદનોના ભાવ ઘટાડી શકાય છે. જેમાં દવાઓ, સિરીંજ, ગ્લુકોઝ બોટલ, ગ્લોવ્સ, ફેસ માસ્કનો સમાવેશ થાય છે. 

ખેડૂતોને ફાયદો થશે

જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાના લીધે ખેતીમાં વપરાતી વસ્તુઓ પણ  સસ્તી થઈ શકે છે. જેમાં પાકને જંતુઓ અને રોગોથી બચાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘણા જંતુનાશકો અને પાક-રક્ષક રસાયણો પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે. ક્રૂડ તેલના નીચા ભાવના લીધે  ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે છે જેનો ખેડૂતોને ફાયદો થશે.

ફુગાવામાં પણ ઘટાડો થઈ શકે છે

આ ઉપરાંત જીવન જરૂરી વસ્તુ અને પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટશે તો ફુગાવામાં પણ ઘટાડો થઈ શકે છે. જેના લીધે આરબીઆઈ સમીક્ષા બાદ  ભવિષ્યમાં વ્યાજ દર ઓછા રાખી શકે છે. જેના લીધે હોમ લોન, કાર લોન, બિઝનેસ લોનના વ્યાજમાં ઘટાડો થઈ શકે છે.