Thu Apr 16 2026

Logo

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વિરામની ચર્ચા વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો, 25 લોકોના મોત

Tehran   2026-04-06 19:20:14
Author: Chandrakant Kanoja
Article Image

Majid Asgaripour/WANA (West Asia News Agency) via REUTERS


તહેરાન: અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત ચાલી રહેલા યુદ્ધ વિરામની ચર્ચા વચ્ચે ઈરાનમાં હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 25 થી વધુ લોકો માર્યા ગયા છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપેલી સમયમર્યાદા આજે રાત્રે પૂરી થઈ રહી છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે જો હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા નહિ આવે તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ અને અન્ય માળખાગત સુવિધાઓને નિશાન બનાવશે. જેનાથી દેશ પાછો પથ્થર યુગમાં ધકેલાઈ જશે. 

ઇરાને અમેરિકાના યુદ્ધ વિરામના પ્રસ્તાવને નકાર્યો

આ ઉપરાંત  મિડલ ઈસ્ટમાં સતત  ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇરાને અમેરિકાના યુદ્ધ વિરામના પ્રસ્તાવને નકાર્યો છે. તેમજ કહ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયલ અને અમેરિકા હુમલા બંધ નહી કરે ત્યાં સુધી કોઈ વાતચીત કરવામાં નહી આવે. જોકે, એક તરફ અમેરિકા ઇરાન પર આક્રમક લશ્કરી કાર્યવાહી કરવાની ધમકી આપી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઇરાન પણ સતત હુમલા કરી રહ્યું છે. 

યુદ્ધવિરામના બદલામાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો ઇનકાર 

ઈરાને કામચલાઉ યુદ્ધવિરામના બદલામાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો ઇનકાર કર્યો છે.  એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનનો પ્રસ્તાવ હાલમાં સમીક્ષા હેઠળ છે, પરંતુ દબાણ હેઠળ કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ઈરાન માને છે કે અમેરિકા કાયમી યુદ્ધવિરામ માટે તૈયાર નથી. તેથી, કામચલાઉ કરાર અર્થહીન રહેશે. અધિકારીએ પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાન તરફથી તાત્કાલિક યુદ્ધવિરામનો પ્રસ્તાવ મળ્યો છે અને હાલમાં તેના પર વિચારણા ચાલી રહી છે.