Sun May 17 2026

Logo

કેન્દ્રીય મંત્રીનો દીકરો જેલના સળિયા પાછળ ધકેલાયો: પોક્સો કેસમાં 14 દિવસની કસ્ટડી

2026-05-17 21:01:54
Author: Mumbai Samachar Team
Article Image

હૈદરાબાદઃ કેન્દ્રીય મંત્રી બંડી સંજયકુમારના દીકરા બંડી સાઈ ભાગીરથને આજે પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચરલાપલ્લી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. એમને પોક્સોના એક કેસમાં આ સજા ફટકારવામાં આવી હતી. હવે કોર્ટે એમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. સાઈ ભાગીરથને મેડચલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

આ પછી ચીફ જસ્ટિસે કેસની સુનાવણી બાદ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની સજા ફટકારી હતી. રસલાપલ્લી જેલ હૈદરાબાદ શહેરની બાહર આવેલી છે. આ એક કેન્દ્રીય કારાવાસ છે. જ્યારે એમને શિફ્ટ કરવામાં આવતો હતો એ સમયે પણ ભારે પોલીસ સુરક્ષા રાખવામાં આવી હતી. 

કુકર્મ કર્યાનો આરોપ

આરોપીના વકીલ કરૂણા સાગરે કહ્યું હતું કે, અમે સ્વેચ્છાએ ભાગીરથને પોલીસ હવાલે કરી દીધો છે. અમે તપાસમાં પૂરતો સહયોગ આપી રહ્યા છીએ. તપાસ દરમિયાન હકીકત શું છે એ સામે આવી જશે. આ કેસમાં તે નિર્દોષ છે અને ટૂંક સમયમાં જેલમાંથી બાહર આવી જશે. એમના પર લાગેલો પોક્સો એક્ટ ખૂબ ગંભીર છે. 

એવો પણ આરોપ છે કે, કોઈ સગીરા સાથે કુકર્મ એમણે કર્યું હતું. કોર્ટને લાગ્યું કે, આ કેસમાં આગળ હજુ તપાસની જરૂર છે. એટલા માટે જ જામીન પર કોઈ પ્રકારની વાત કરવામાં આવી નથી. બીજી તરફ પોલીસને પણ આરોપી પાસેથી કેટલીક હકીકત જાણવી હતી અને પૂછપરછનો સમય જોઈતો હતો. 

કોર્ટે આપ્યા આદેશ

કોર્ટે બન્ને પક્ષને દલીલ રજૂ કરવાનો પૂરતો સમય આપ્યો હતો. આ દરમિયાન કોર્ટે બન્ને તરફની દલીલ સાંભળી હતી. આ દરમિયાન ફરિયાદી પક્ષના વકીલે કહ્યું હતું કે, એમને કડક સજા આપવામાં આવે. બચાવપક્ષે એવી માગ કરી કે આરોપીને જામીન પર મુક્ત કરી દેવામાં આવે. પણ કોર્ટે આ દલીલ સાથે સહમતી દર્શાવી નહીં. પછી કોર્ટે નિર્ણય કરતા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવા આદેશ કર્યો હતો. 

29 મે સુધી સાઈ ભાગીરથ જેલમાં જ રહેશે. એમના વકીલે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ એમની જામીન અરજી માટેની પ્રક્રિયા કરવામાં આવશે. આ કેસમાં પોલીસનું એવું કહેવું છે કે, આરોપીએ કોઈ પ્રકારે આત્મસમર્પણ કર્યું ન હતું પણ પોલીસે એમની કાયદેસર ધરપકડ કરી છે. 

કાયદો દરેક માટે સમાન

બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને તેના પિતાએ કહ્યું કે, દીકરાને પોલીસ હવાને કરી દેવામાં આવ્યો છે કારણ કે, કાયદાની નજરમાં સૌ સમાન છે. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું હતું કે, કાયદો અને જ્યુડિશિયલ કસ્ટડીનું સન્માન કરી, દીકરા ભાગીરથે તપાસ થતા પોલીસ સામે સહયોગ કર્યો છે. 

મારો દીકરો હોય કે સામાન્ય નાગરિક, કાયદો દરેક વ્યક્તિ માટે સરખો હોય છે. એમના વકીલનું એવું કહેવું છે કે, આરોપીએ કોઈ ખોટું કામ કર્યું નથી. જોકે, હવે પોલીસ તપાસ અને પૂછપરછમાંથી જ સાચી હકીકત સામે આવશે.