Thu May 21 2026

Logo

ઉમરેઠની ચૂંટણીમાં ભાજપ અને કોગ્રેસ પછી ત્રીજા નંબરે NOTA, જાણો કેટલા પડ્યા મત ?

2026-05-04 13:59:00
Author: MayurKumar Patel
Article Image

આણંદઃ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના હર્ષદ પરમારે કોંગ્રેસના ભૃગુસિંહ ચૌહાણને 29,500થી વધુ મતથી હાર આપી હતી. 23 રાઉન્ડની મત ગણતરી બાદ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારનો 30743 મતથીવિજય થયો હતો. NOTA ત્રીજા ક્રમે રહ્યું હતું અને 2335 મત મળ્યા હતા.

કોને કેટલા મત મળ્યાં

ઉમરેઠમાં ભાજપના હર્ષદ પરમારને 85,500, કોંગ્રેસના ભૃગુસિંહ ચૌહાણને 54,757, અફક્ષ મહેન્દ્રભાઈ પરમારને 786, અપક્ષ મૌલિક શાહને 773, અપક્ષ મુનિરુપાબેન મધુને 626, અપક્ષ જિતેશકુમાર સેવકને 435 મત મળ્યા હતા. 2335 મતદારોએ NOTAનું બટન દબાવ્યું હતું.

ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામો 

ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2022માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસ-NCP ગઠબંધનના ઉમેદવાર જયંત પટેલ (બોસ્કી) ને 26,717 મતોથી હાર આપી હતી. વર્ષ 2017માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસના કપિલા ચાવડાને 1,883 મતથી પરાજય આપ્યો હતો. જ્યારે NCP તરફથી લડેલા જયંત પટેલ (બોસ્કી) ને 35,501 મત મળ્યા હતા. 
વર્ષ 2012માં કોંગ્રેસ સાથેના ગઠબંધનથી NCPના જયંત પટેલ (બોસ્કી) એ ભાજપના ગોવિંદ પરમારને 1,394 મતોથી હરાવ્યા હતા.

ઉમરેઠમાં કેમ યોજાઈ પેટા ચૂંટણી

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી આ સીટ ખાલી પડી હતી. જેના કારણે ત્યાં પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપે ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસ ભૃગુસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યા હતા.