Thu Aug 27 2026

Logo

ઈરાનનું શાસન હવે કુર્દિશ નેતાઓના હાથમાં આવશે? ટ્રમ્પ- નેતન્યાહૂની ગુપ્ત યોજના...

tehran   2026-03-03 20:19:58
Author: Savan Zalariya
ઈરાનનું શાસન હવે કુર્દિશ નેતાઓના હાથમાં આવશે? ટ્રમ્પ- નેતન્યાહૂની ગુપ્ત યોજના...

યુએસ અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર કરેલા હુમલામાં 1989થી ઈરાન પર શાસન કરી રહેલા સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું મૃત્યું નીપજ્યું, નવા સર્વોચ્ચ નેતાની પંસદગી ન થાય ત્યાં સુધી પ્રોવિઝનલ લીડરશીપ કાઉન્સિલ દેશનું શાસન સંભાળી રહી છે, એવામાં આહેવાલ છે કે યુએસ અને ઇઝરાયલ ઇરાકના કુર્દિશ નેતાને ઈરાનનું શાસન સોંપવા ઈચ્છે છે, જેના માટે યોજના પર બનાવવામાં આવી છે.

અહેવાલ મુજબ ઈરાન પર હુમલો શરુ કર્યાના બીજા દિવસ રવિવારે જ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાકની બે મુખ્ય ઇરાકી કુર્દિશ પક્ષોના નેતાઓ, મસૂદ બર્ઝાની અને વાફેલ તાલાબાની સાથે ફોન પર વાત કરી હતી, અહેવાલ મુજબ ઈરાનમાં સત્તા પલટાની યોજાના વિષે વાત કરવામાં આવી કરી હતી. આ ફોન કોલ પર થયેલી વાતચીત સંવેદનશીલ હોવાથી તેના વિષે સત્તાવાર જાહેરાત કરવામાં અવી નથી.

Ronen Zvulun/AP

નેતન્યાહૂએ રજુ કરી યોજના:
અહેવાલ મુજબ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અગાઉ ઘણા મહિનાઓથી ઈરાનમાં સત્તા પલટા અંગે રણનીતિ બનાવી રહ્યા છે, તેઓ સીરિયા, ઇરાક અને ઈરાનના કુર્દિશ જૂથો સંપર્કમાં છે. કુર્દિશ જૂથોના લડવૈયાઓ ઈરાકની બોર્ડર પર છુપી રીતે તૈયાર છે. અહેવાલ મુજબ ઈરાનમાં આંતરિક સ્થિતિ વધુ વણશે એ સાથે નેતન્યાહૂ ટ્રમ્પ સાથે મળીને કુર્દ જૂથોને સક્રિય થવા ઈશારો કરી શકે છે. 

અહેવાલ મુજબ થોડા મહિના પહેલા નેતન્યાહૂ યુએસની મુલાકાતે હતાં, ત્યારે વ્હાઇટ હાઉસમાં બેઠક દરમિયાન ટ્રમ્પ સમક્ષ આ યોજના મુકવામાં આવી હતી, ખામેની બાદ ઈરાનની સત્તા કોને સોંપવામાં આવે એ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 

Keyvan Firouzei via Wikimedia Commons

કુર્દિશ જૂથોએ શરુ કરી તૈયારી:
ઇરાકના કુર્દ સમુદાય ઈરાનમાં લઘુમતી કુર્દિશ સમુદાય સાથે સંપર્કમાં છે. યુદ્ધ શરૂ થયાના એક અઠવાડિયા પહેલા ઇરાકમાં આશ્રય લેનારા પાંચ ઈરાની-કુર્દિશ જૂથોએ પોલીટીકલ ફોર્સીઝ ઓફ ઈરાની કુર્દિસ્તાન  નામનું ગઠબંધન બનાવ્યું હતું.રવિવારે ઇરાકના કુર્દીસ્તાન ક્ષેત્ર સક્રિય કુર્દીસ્તાન ફ્રીડમ પાર્ટીએ જણાવ્યું હતું કે ઈરાને મિસાઇલો અને ડ્રોન વડે તેમના પ્રદેશમાં હુમલો કર્યો હતો. 

ઈરાનમાં કુર્દો શું ભૂમિકા ભજવશે એ તો સમય જ કહેજે, પણ એ સ્પષ્ટ છે કે ઈરાનમાં સત્તા પલટો કરાવીની ઇઝરાયલ અને યુએસ પોતાનો લાભ ખાટવા ઈચ્છે છે.