Sun Sep 06 2026

Logo

આજે રાતે રચાશે આ ખાસ યોગ, પૈસાથી છલકાઈ ઉઠશે તિજોરી, મળશે ભાગ્યનો સાથ અને બીજું પણ ઘણું...

2026-05-18 16:35:00
Author: Darshana Visaria
આજે રાતે રચાશે આ ખાસ યોગ, પૈસાથી છલકાઈ ઉઠશે તિજોરી, મળશે ભાગ્યનો સાથ અને બીજું પણ ઘણું...

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિ અને ગોચરનું મોટું મહત્વ જણાવવામાં આવ્યું છે, કારણ કે તેની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે. આજે રાતે એટલે કે 18મી મેના રોજ પણ ગ્રહોની મોટી હિલચાલ થવા જઈ રહી છે, જેને કારણે ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે. 

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે રાતે એટલે 18મી મે 2026ની રાતે એક અત્યંત દુર્લભ અને પવિત્ર ઘટના આકાર લેવા જઈ રહી છે. આ સમયે ચંદ્રમા જ્યારે મિથુન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે ત્યાં પહેલાથી જ બિરાજમાન શુક્ર અને ગુરુ સાથે મળીને એક શક્તિશાળી 'ત્રિગ્રહી યોગ'નું નિર્માણ કરશે. આ ત્રિગ્રહી યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે અને તેમનું બેંક બેલેન્સ વધવાની સાથે સાથે ભાગ્યનો પણ પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.

વૈદિક જ્યોતિષમાં ગુરુને જ્ઞાન-ભાગ્ય, શુક્રને ધન-વૈભવ અને ચંદ્રને મનની શાંતિના કારક માનવામાં આવે છે. આ ત્રણેય શુભ ગ્રહોની ત્રિપુટીના મિલનથી સર્જાતો આ સંયોગ અમુક રાશિઓ માટે કુબેર દેવના ભંડાર ખોલનારો સાબિત થઈ શકે છે. ચાલો જોઈએ આખરે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ કોઈ મોટા વરદાનથી ઓછો નથી. લાંબા સમયથી અટકેલા નાણાં અચાનક પરત મળી શકે છે. શેરબજાર, લોટરી કે પૈતૃક સંપત્તિના માધ્યમથી અણધાર્યા ધનલાભના મજબૂત યોગ બની રહ્યા છે. નોકરીયાત વર્ગને કાર્યક્ષેત્રમાં પ્રમોશન અથવા નવી અને આકર્ષક નોકરીની તકો મળી શકે છે.

મિથુન

મિથુન રાશિમાં જ આ મહાસંયોગ બની રહ્યો હોવાથી, તેનો સૌથી મોટો અને સીધો ફાયદો મિથુન રાશિના જાતકોને મળશે. સમાજમાં તમારી લોકપ્રિયતા અને માન-સન્માનમાં જંગી વધારો થશે. તમારી વાણીનો પ્રભાવ એટલો મજબૂત રહેશે કે લોકો તમારી વાતોથી આકર્ષિત થશે. વ્યાપારીઓ માટે આ સમય સુવર્ણ સમાન છે; કોઈ મોટી અને નફાકારક ડીલ ફાઇનલ થઈ શકે છે જે ભવિષ્ય સુરક્ષિત કરશે.

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે ચંદ્ર, શુક્ર અને ગુરુની યુતિથી બની રહેલો આ ત્રિગ્રહી યોગ સફળતાના નવા દ્વાર ખોલશે. સામાજિક જીવન અને કાર્યક્ષેત્ર બંને જગ્યાએ તમારી પ્રતિષ્ઠા વધશે. ઉચ્ચ અધિકારીઓ (સિનિયર્સ) તમારા કામની મુક્ત કંઠે પ્રશંસા કરશે. આવકના એકથી વધુ નવા સ્ત્રોત ઉભા થતાં આર્થિક સ્થિતિ લોખંડી બનશે. પરિવારમાં કોઈ માંગલિક કે ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે અને જીવનસાથી સાથેનો તાલમેલ ઉત્તમ રહેશે.

વધુ જુઓ...