Wed Jun 17 2026

Logo

તિરુપતિ બાલાજી લાડુ વિવાદ: સુપ્રીમ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી, જાણો શું છે મામલો

2026-02-23 16:59:06
Author: Savan Zalaria
Article Image

નવી દિલ્હી: બે વર્ષ પહેલા આંધ્ર પ્રદેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુ બનાવવા માટે એનિમલ ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આરોપ લાગતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કેરેલી એક અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. 

વર્ષ 2024માં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે અગાઉની કોંગ્રેસ સરકારે તિરુપતિ બાલાજી મંદિરમાં એનિમલ ફેટના ઉપયોગને મંજુરી આપી હતી. આંધ્ર પ્રદેશ સરકારે ભેળસેળયુક્ત પ્રસાદની વહીવટી તપાસના આદેશ આપ્યા હતાં, સુપ્રીમ કોર્ટે પણ આ મામલાની તપાસ માટે એક સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરી છે, 

કોર્ટે સ્વામીની અરજી ફગાવી:

સુબ્રમણ્યમ સ્વામીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વહીવટી તપાસ પર રોક લગાવવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્વામીની અરજી ફગાવી દેતા કહ્યું કે બંને તપાસ એકસાથે ચાલી રહી છે, બંને તપાસનો અધિકાર ક્ષેત્ર અલગ અલગ છે

આંધ્ર પ્રદેશ સરકારની દલીલ અને CJIનો નિર્ણય:

આંધ્ર પ્રદેશ સરકારના વકીલે દલીલ કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીને ખોરવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી હતી. કોઈ છુપા હેતુઓ સાથે આ અરજી દાખલ કરવામાં આવી હતી.

ભારતના મુખ્ય ન્યાયધીશે જણાવ્યું કે તેમની (સ્વામીની) ચિંતા એ છે કે તપાસ ઓવરલેપ ન થાય, આ મામલો હાલ કોર્ટમાં છે. દરમિયાન, રાજ્ય સરકારે ભૂલનું સ્વરૂપ, તેના માટે કોણ જવાબદાર છે અને ભૂલના શુંપરિણામો આવી શકે એ નક્કી કરવા વહીવટી તપાસનો આદેશ આપ્યો છે.

 CJIએ કહ્યું, "અમારા મતે, વહીવટી તપાસ કોર્ટના આદેશથી થઇ રહેલી તપાસ સાથે ઓવરલેપ થતી નથી."